મોરબીના રંગપર પાસેથી કોહવાય ગયેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ
SHARE
મોરબીના રંગપર પાસેથી કોહવાય ગયેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં બસ સ્ટેશનની સામેના ભાગમાં સ્મશાન તરફ જતા રસ્તા ઉપરથી કોહવાય ગયેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી પોલીસે તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડીને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ પર આવેલ રંગપર ગામની સીમમાં બસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ સ્મશાન તરફ જતા રસ્તા ઉપર પાવર હાઉસ પાસે ખરાબાની જગ્યામાંથી અજાણ્યા 40 થી 50 વર્ષના યુવાનનો કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને મોરબી તાલુકા પોલીસને ધર્મેન્દ્રસિંહ બાબુભા ઝાલા દ્વારા બનાવની જાણ કરવામાં આવતા આ બનાવ અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને મૃતક યુવાનના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાને ગુલાબી કલરનો શર્ટ અને અંદર આખી બાઇનું કાળા કલરનું ટીશર્ટ તેમજ કાળા કલરનું પેન્ટ પહેરેલું હોય આ પ્રકારની વ્યક્તિ કોઈ ગુમ થયેલ હોય અથવા તો મૃતકને કોઈ જાણતા હોય તો મોરબી તાલુકા પોલીસનો સંપર્ક કરવા માટે થઈને જાણ કરવામાં આવી છે
વરલી જુગાર
માળિયા શહેરમાં આવેલ વાગડીયા ઝાપા પાસે પોસ્ટ ઓફિસ નજીક જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે એલસીબીની ટીમે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી જુગારના આંકડા લેતા સિકંદર સુભાનભાઈ જેડા (24) રહે. મોટી બજાર ખોજા ખાના શેરી માળીયા તથા કાસમ હુસેનભાઇ સંધવાણી (23) રહે. વાડા વિસ્તાર માળિયા વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 5820 ની રોકડ કબજે કરવામાં આવી હતી અને આ શખ્સો સરફરાજ ઉર્ફે સલીમ ખોખર રહે. વઢવાણ વાળા પાસે કપાત કરાવતા હોવાનું સામે આવ્યું હતું જેથી હાલમાં ત્રણેય શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે