મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વડીલો દ્વારા મળેલા આશીર્વાદ-સન્માનથી પદ અને પ્રતિષ્ઠા ટકાવી રાખવા નવી ઊર્જા પ્રાપ્ત થઇ : મંત્રી મેરજા


SHARE











મોરબીમાં મેરજા પરિવારના પાટોત્સવ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાનું વિશેષ બહુમાન કરાયું

 

વડીલો દ્વારા મળેલા આશીર્વાદ-સન્માનથી પદ અને પ્રતિષ્ઠા ટકાવી રાખવા નવી ઊર્જા પ્રાપ્ત થઇ : મંત્રી મેરજા

મોરબીના નારણકા ગામે મેરજા પરિવારના કૂળદેવીના ૧૭માં પાટોત્સવ પ્રસંગે શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા અને રમેશભાઇ મેરજા (આઇએએસ)નું વિશેષ બહુમાન કરાયું હતું.આ પ્રંસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મેરજા પરિવારના વડીલો દ્વારા મળેલા આશીર્વાદ અને સન્માનથી પદ અને પ્રતિષ્ઠા ટકાવી રાખવા નવી ઊર્જા પ્રાપ્ત થઇ છે. પરિવાર દ્વારા મળેલ સન્માનનું વિશેષ મહત્વ રહેલું છે. વધુમાં મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબીવાસીઓને જલારામ જયંતી પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.નારણકા ગામે મેરજા પરિવાર દ્વારા યોજાયેલ ધાર્મિક પ્રસંગે પંચાયત, શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ મંત્રી તથા રમેશભાઇ મેરજા (આઇ.એ.એસ)નું કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઇ માલમના હસ્તે મેરજા પરિવારના આગેવાનો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બગથળા મંદિરના મહંત દામજીભગત અને કબીર આશ્રમના મહંત સિવરામબાપુ આશીર્વાદ પાઠવ્યા હતા.

મોરબી તાલુકાના નારણકા ગામે મેરજા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીના મંદિરે હળમતીયા, બગથળા, થોરાળા, મહેન્દ્રનગર, માનસર, નારણકા અને ચમનપર સહિતના ગામોના મેરજા પરિવારના સભ્યો દ્વારા રમેશભાઈ મેરજા આઇ.એ.એસ. બનતા તથા બ્રિજેશભાઈ મેરજાને રાજય મંત્રીમંડળમાં સ્થાન મળતાં આ બન્ને ભાઇઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જરૂરીયાતમંદ લોકો માટે સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ હીમોગ્લોબિન ચેકઅપ તથા ફી મેડીકલ ચેકઅપ, ફી દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં રાજયના માનનીય કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલ તથા મોરબી પ્રભારી તેમજ પશુપાલન અને ગૌસંવર્ધન રાજયકક્ષાના મંત્રી દેવાભાઇ માલમ, રાજયકક્ષાના પૂર્વ પંચાયત મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા, અગ્રણી જિજ્ઞેશભાઇ કૈલા, જયુભા જાડેજા, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, એપીએમસીના ચેરમેન ભવાનભાઇ ભાગીયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, મોરબી નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન સુરેશભાઇ દેસાઇ, મોરબી તાલુકા ભાજપા પ્રમુખ અરવિંદભાઇ વાંસદડિયા, જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદ-માળીયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર બી.પી.જોષી, મામલતદાર ડી.જે. જાડેજા, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને મેરજા પરિવારના પરિજનો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીના નારણકા ગામે શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મેરજા પરિવારના કૂળદેવીના ૧૭માં પાટોત્સવ પ્રસંગે હાજર રહ્યા હતા. ગત બુધવારના રોજ નારણકા ગામે મંત્રીશ્રીએ પરિવાર સાથે કૂળદેવીશ્રી બહુચર માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે રાત્રે કૂળદેવીશ્રી બહુચર માતાજીની શોભાયાત્રામાં મંત્રીશ્રીએ ભાગ લીધો હતો. શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં મેરજા પરિવારના પરિવારજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ શતાયુ વટાવી ચુકેલા શાંતાબાના આશીર્વાદ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ લીધા હતા.શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ પોતાના માદરે વતન ચમનપર ગામે શતાયુ વટાવી ચુકેલા શાંતાબાના આશીર્વાદ પણ મેળવ્યા હતા.






Latest News