વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ચમનપરમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપ્યુ


SHARE









મોરબીના ચમનપરમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપ્યુ

મોરબીના ચમનપર ગામે શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ચમનપર નિવાસી જગદીશભાઇ ચારોલાની દીકરી મિસ્ટીના જન્મદિવસ પ્રસંગે ઉપસ્થિત રહી દીકરીઓના જન્મને વધાવી હતી.આ તકે મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, ચમનપર મોરબી જિલ્લાનું એક આદર્શ ગામ છે જ્યાં આજદિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી થઇ નથી. ઉપરાંત આ ગામનું પુસ્તકાલય અનેક યુવક-યુવતીઓ અને વાંચન રસીકોને પ્રોત્સાહન પુરુ પાડી રહ્યું છે.વધુમાં મંત્રીએ એમ પણ ઉમેર્યું કે, દીકરીઓને વધુને વધુ પ્રોત્સાહન મળે તે માટે નાનામાં નાના દીકરી જન્મ દિવસ જેવા પ્રસંગે પણ હાજરી આપી છે. આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ગામમાં આવેલ હનુમાનજી મંદિરે દર્શન કરી અને ગામના દિકરા તરીકે વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા.આ ઉપરાંત ખેવરીયા ગામના અગ્રણી નારણભાઈ રબારીની સાથે મેલડી માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.




Latest News