મોરબીના ચમનપરમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપ્યુ
મોરબીના મૂનનગરમાં દીવાલ ઉપર થી નીચે પટકાતાં બાળકનું મોત
SHARE
મોરબીના મૂનનગરમાં દીવાલ ઉપર થી નીચે પટકાતાં બાળકનું મોત
મોરબી શહેરના મૂનનગર વિસ્તારમાં પોતાના ઘરે દીવાલ પાસે રમતો ચાર વર્ષનો બાળક દીવાલ પરથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ બનાવની નોંધ કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મુનનગર વિસ્તારની અંદર પોતાના ઘર પાસે રમતા સમયે શીતલા ચિંતામણી (ઉંમર ૪) નામનો બાળક દીવાલ પરથી નીચે પટકાયો હતો જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હોવાના કારણે તેને મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે