વાંકાનેરના ઢુવા પાસેથી ૮૦૦ લિટર દારૂ ભરેલ બોલેરો સાથે બે પકડાયા: ચારની શોધખોળ
SHARE
વાંકાનેરના ઢુવા પાસેથી ૮૦૦ લિટર દારૂ ભરેલ બોલેરો સાથે બે પકડાયા: ચારની શોધખોળ
વાંકાનેર તાલુકામાં ઢુવા પાસેથી પસાર થતી બોલેરો ગાડીને રોકે એને પોલીસે તલાસી લેતાં તે ગાડીમાંથી ૮૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૮૦૦ લિટર દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૪.૨૧ લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં છ શખ્સોની સામે ગુનો નોંધી પોલીસે બાકીના ચાર આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર દેશી દારૂનો વેપલો કરવામાં આવી છે જેથી કરીને દેશી દારૂના સપ્લાયરો બેફામ બનીને જુદા જુદા વાહનોની અંદર દારૂનો જથ્થો ભરીને તેને જુદી જુદી જગ્યાઓ પર પહોંચાડતા હોય છે એવું જોવા મળતું હોય તે દરમિયાન મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ગામ પાસેથી પસાર થતી બોલેરો કારને રોકીને પોલીસે ચેક કરતાં તે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કાર નંબર જીજે ૧૩ એડબલ્યુ ૫૮૩૮ જેની કિંમત ચાર લાખ અને ૧૬૦૦૦ નો દેશી દારૂનો જથ્થો તેમજ બે મોબાઈલ મળીને હાલમાં ૪.૨૧ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને પ્રદીપભાઈ પ્રવીણભાઈ વાઘરોડિયા જાતે કોળી (ઉંમર ૩૦) રહે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ તેમજ અમિત અશોકભાઈ ઉતેરીયા જાતે જાતે કોળી (ઉંમર ૩૦) રહે સુરેન્દ્રનગર મલ્હાર ચોક વાદી પરા શેરી નંબર-૧ વાળા ની ધરપકડ કરેલ છે
વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે હાલમાં પકડાયેલા બે આરોપીઓએ બળવંતભાઇ જીવણભાઇ સાપરા રહે. ચોટીલા અને ભરતભાઇ કાઠી દરબાર ના કહેવાથી તેની ગાડીમાં દેશી દારૂનો જથ્થો ભરેલ હતો અને તે દારૂનો જથ્થો ભગુભાઇ રહે. નજરબાગ મોરબી અને સતીષભાઇ રહે. રફાળેશ્ર્વર વાળાને આપવા માટે આવતા હોવાની પકડાયેલા શ્ખ્સોએ કબૂલાત આપેલ છે જેથી કરીને પોલીસે હાલમાં છ શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ કરેલ છે