વાંકાનેરના ઢુવા પાસેથી ૮૦૦ લિટર દારૂ ભરેલ બોલેરો સાથે બે પકડાયા: ચારની શોધખોળ
વાંકાનેરના તીથવા નજીક ખેતર પાસેથી બાઇક હટાવવા મુદે ખેડૂતને બે શ્ખ્સોએ માર માર્યો
SHARE
વાંકાનેરના તીથવા નજીક ખેતર પાસેથી બાઇક હટાવવા મુદે ખેડૂતને બે શ્ખ્સોએ માર માર્યો
વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં ખેડૂતે પોતાના ખેતર પાસે બાઈક ઊભું રાખ્યું હતું જ્યાંથી ટ્રેક્ટર લઈને પસાર થયેલા બે શખ્સોએ તેને બાઈક દૂર કરવા માટે કહ્યું હતું જેથી ખેડૂતે પાંચ મિનિટમાં બાઈક હટાવવાનું કહેતા ઉશ્કેરાયેલા બે શખ્સો દ્વારા તેને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા ખેડૂત દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે લાલસાનગરની અંદર રહેતા રિયાઝુદ્દીનભાઈ રહીમભાઈ ભોરણિયા જાતે મોમીન (૩૦) એ હાલમાં નંદાભાઈ નવઘણભાઈ ભરવાડ અને ભરતભાઈ નવઘણભાઈ રહે. બંને તીથવા ગામ વાળાની સામે તેને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ પોતાના હમીયર તરીકે ઓળખાતા ખેતરે પોતાનું બાઇક લઇને ગયા હતા અને ખેતર પાસે તેઓએ પોતાનું મોટરસાયકલ ઊભું રાખ્યું હતું ત્યારે ત્યાંથી નંદાભાઈ અને ભરતભાઈ કડબ ભરેલું ટ્રેકટર લઇને પસાર થઇ રહ્યા હતા અને ફરિયાદી યુવાન રિયાઝુદ્દીનભાઈને તેનું મોટરસાયકલ લઈ લેવા માટે કહ્યું હતું જેથી કરીને તેઓએ પાંચ મિનિટમાં બાઇક લઇ લેવા માટે કહ્યું હતું જેથી તે બંને આરોપી ઉશ્કેરાઈ ગયેલા હતા અને નંદાભાઈ અને ભરતભાઈ દ્વારા તેની સાથે માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભરતભાઈએ લાકડાના ધોકા વડે તેને ડાબા પગમાં માર માર્યો હતો અને નંદાભાઈએ મુંઢ માર મારી ઈજા કરી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કરીને ભોગ બનેલા રિયાઝુદ્દીનભાઈએ બંને શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે