રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







મોરબીના નવલખી રોડે ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ રોકડીયા હનુમાન મંદિર પાસેથી બાઇક લઇને પસાર થતા યુવાનના બાઇકને ટ્રેકટર ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને બાઇક ચાલક યુવાનને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈએ ટ્રેકટર ચાલકની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતા મુજબ મોરબીના ઘૂંટુ ગામે નવા પ્લોટ ગીતાનગર સોસાયટીની અંદર રહેતા પ્રભુભાઈ મેઘજીભાઈ સોરીયા જાતે પટેલ (૫૯)એ હાલમાં ટ્રેક્ટર નંબર જીજે ૯ એચ ૭૦૩૯ ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેનો ભાઈ રમેશભાઈ મેઘજીભાઇ સોરીયા (ઉંમર ૩૫) પોતાનું બાઇક નંબર જીજે ૩ ઈજી ૪૦૮૪ લઈને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રોકડીયા હનુમાન મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે ટ્રેક્ટર ચાલકે પોતાનું ટ્રેક્ટર બેફીકરાઈથી ચલાવીને તેના ભાઈના મોટરસાયકલને હડફેટે લીધું હતું જેથી કરીને રમેશભાઈને ગંભીર ઇજાઓ થવાના કારણે તેઓનું મોત નિપજ્યું છે હાલમાં મૃતક યુવાનના ભાઈની મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ લઈને ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે




Latest News