ટંકારાના હડમતીયા ગામે આવેલ શાળામાં બિઝનેસ બ્લાસ્ટર-2024 કાર્યક્રમ યોજાયો
મોરબી તાલુકાનાં બેલા ગામે દારૂ-નોનવેજનું વેચાણ બંધ કરાવવા પોલીસને 7 દિવસનું અલ્ટિમેટમ: નહિ તો જનતા રેડ
SHARE
મોરબી તાલુકાનાં બેલા ગામે દારૂ-નોનવેજનું વેચાણ બંધ કરાવવા પોલીસને 7 દિવસનું અલ્ટિમેટમ: નહિ તો જનતા રેડ
મોરબી જિલ્લાના દરેક વિસ્તારમાં નાશકારક પદાર્થનું વેચાણ કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, મોરબી તાલુકાનાં બેલા ગામે દારૂ અને નોનવેજનું વેચાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે તઅને ગેરકાયદે ધંધા કરનારા શખ્સો ધમકીઓ આપતા હોય છે જેથી ગામના લોકોએ પોલીસ અને કલેક્ટરને આવેનદપત્ર આપીને સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે નહિતો લોકો જનતા રેડ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
હાલમાં જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, બેલા ગામની સીમમાં દારૂ અને નોનવેજનું ગેરકાયદ વેચાણ દિવસેને દિવસે વધી રહ્યું છે અને આ ગોરખધંધા કરનારા શખ્સોને તેના ધંધા બંધ કરવાનું કહેવામા આવે તો તેઓ દ્વારા લોકોને એક્સીડેન્ટ કરીને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી ગામના લોકોએ કલેકટર અને પોલીસને આવેદન પત્ર આપ્યું છે અને સાત દિવસમાં આ દારૂ અને નોનવેજનું વેચાણ બંધ કરાવવા માટે અલ્ટિમેટમ આપવામાં આવું છે જો પોલીસ કે તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા દારૂના હાટડા અને નોનવેજનું વેચાણ થતું હોય ત્યાં જનતા રેડ કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.