મોરબીના માનસર નજીક મચ્છુ નદીમાંથી રેતીચોરીની સરપંચે કરી ખાણખનીજ વિભાગમાં લેખિત રજૂઆત
SHARE
મોરબીના માનસર નજીક મચ્છુ નદીમાંથી રેતીચોરીની સરપંચે કરી ખાણખનીજ વિભાગમાં લેખિત રજૂઆત
મોરબીના માનસર ગામે મચ્છુ નદીમાંથી બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવે છે અને ખનીજ માફિયાઓ નારણકા ગામ તરફથી રેતી ચોરી કરી રહ્યા છે તેવી માનસર ગામના સરપંચ દ્વારા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.
હાલમાં માનસર ગામના સરપંચ જિતેન્દ્રભાઈ પી. ઠોરીયા દ્વારા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, માનસર ગામ પાસેથી મચ્છુ નદીમાં પાસસાર થાય છે તે નદીમાંથી ગામના લોકોને પોતાની ખેતીની જમીનમાં પિયત માટે પાણી મળે છે આ મચ્છુ નદીમાંથી રેતી ચોરી કરવામાં આવે છે જેથી કરીને નદીનું તળ નીચું જવાના કારણે પાણીમાં ખારાશ આવી રહી છે અને નદીનું પાણી ખેડુતો સિંચાઈ માટે ઉપયોગ કરી શક્તા નથી અને જો પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરે તો ખેડુતોની જમીનને નુકશાન થાય છે.
હાલમાં જે શખ્સો દ્વારા ખનીજ ચોરી કરવામાં આવે છે તે ખનીજ માફીયાઓ દ્વારા મચ્છુ નદીને નુકશાન કરવામાં આવે છે તેમજ સરકાર કરોડો રૂપિયાનું નુકશાન કરી રહ્યા છે તેમજ નદીનું પાણી ખારાશ વાળું થઈ જવાથી ખેડૂતોને પણ નુકશાન કરી રહ્યા છે. હાલમાં મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી ગયેલ છે અને ખનીજ માફીયાઓ બેફામ બનેલ છે ત્યારે તાત્કાલીક ધોરણે મોરબી તાલુકાના માનસર ગામે મચ્છુ નદીમાં બનાવવામાં આવેલ ચેકડેમ પાસેથી જે રેતીની ચોરી કરવામાં આવી રહી છે તે ખનીજ ચોરી રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.