મોરબીના શનાળા પાસે ટ્રક ચાલકે ટક્કર મારતા કાર પલટી ગઈ: અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર
મોરબી : પાણીની કુંડીમાં ડૂબી જવાથી પાંચ વર્ષની બાળકીનું મોત
SHARE
મોરબી નજીક કારખાનામાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી પાંચ વર્ષની બાળકીનું મોત
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી પાસે કારખાનામાં કામ કરતા શ્રમિકની પાંચ વર્ષની દીકરી કોઈ કારણોસર રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર મૃતક બાળકીને તેના પરિવારજનો વતનમાં લઈને જતા રહ્યા હતા અને ત્યાં પીએમ કરાવતા આ બનાવની એમપી પોલીસ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના ખંડવા જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર પાવળીયારી પાસે આવેલ સ્ટ્રોજન સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા અનિલભાઈ ભીલાલાની પાંચ વર્ષની દીકરી પરી ભિલાલા ત્યાં કારખાનામાં રમતા રમતા પાણીની કુંડીમાં પડી ગઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર મૃત બાળકીને લઈને તેના પરિવરજનો તેના વતનમાં જતા રહ્યા હતા અને ત્યારબાદ ત્યાં બાળકીનું પીએમ કરાવવામાં આવતા એમપીની પોલીસ દ્વારા આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે