મોરબીના માનસર નજીક મચ્છુ નદીમાંથી રેતીચોરીની સરપંચે કરી ખાણખનીજ વિભાગમાં લેખિત રજૂઆત
મોરબીના શનાળા પાસે ટ્રક ચાલકે ટક્કર મારતા કાર પલટી ગઈ: અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર
SHARE
મોરબીના શનાળા પાસે ટ્રક ચાલકે ટક્કર મારતા કાર પલટી ગઈ: અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર બનતી નવી કોર્ટ બિલ્ડીંગની સામેથી યુવાન પોતાની ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રકના ચાલાકે તેની ગાડીને ટક્કર મારી હતી જેથી કરીને ગાડી પલટી મારી જતા યુવાન તથા ગાડીમાં બેઠેલા વ્યક્તિઓને નાના મોટી ઈજા થઈ હતી અને અકસ્માત સર્જીને આરોપી પોતાનો ટ્રક લઈને નાસી ગયો હતો જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ હરિ સોસાયટીમાં રહેતા અનિલભાઈ નવઘણભાઈ લીંબડીયા (31)એ ટ્રક નંબર જીજે 36 વી 6446 ના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર બની રહેલ નવી કોર્ટના બિલ્ડીંગ સામે રસ્તા ઉપરથી તે પોતાના હવાલા વાળી બ્રેઝા ગાડી નંબર જીજે 3 એમપી 5510 લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેની કારને ટક્કર મારી હતી જેથી કરીને કાર પલટી મારી ગઈ હતી અને કારમાં બેઠેલ ફરિયાદી સહિતના વ્યક્તિઓને નાના-મોટી ઇજા થઈ હતી તેમજ કારમાં નુકસાની થઈ હતી જો કે, અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનાનો ટ્રક લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
આરોપી 10 વર્ષે પકડાયો
માળિયા (મી)ના દારૂના ગુનામાં છેલ્લાં 10 વર્ષથી આરોપી ફરાર હતો જેને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં મોરબી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે રાજસ્થાન ખાતે જઈને આરોપી નારાયણસિંહ કિશોરસિંહ રાવલ રહે. ભીંડર, ઉદયપુર વાળાને તેના ઘરેથી ઝડપી લીધો હતો અને તેને મોરબી લાવીને હાલમાં આરોપીને માળિયા મિયાણા તાલુકા પોલીસને સોંપી દેવામાં આવેલ છે આ કામગીરીમાં એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફે કરી હતી.