મોરબીના ખાનપર ગામે શાળામાં વ્યસન મુક્તિને લગતી ચિત્ર સ્પર્ધા યોજાઇ
SHARE
મોરબીના ખાનપર ગામે શાળામાં વ્યસન મુક્તિને લગતી ચિત્ર સ્પર્ધા યોજાઇ
મોરબી ડીસ્ટ્રીક કંટ્રોલ સેલના સહયોગ અને રાજપરના આયુષ્યમાન આરોગ્ય મંદીરની ટિમ દ્વારા ખાનપર પ્રાથમિક શાળા ખાતે તમાકુ અંતર્ગત જન જાગૃતિ લાવવા માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાનપર વિસ્તારના લોકોમાં તમાકુથી થતા રોગો જેવા કે ‘કેન્સર’ ફેફ્સાના રોગો ‘સ્ટોર્ક’ ‘ COPD’ વગેરે જેવાં ગંભીર રોગો બાબતે જાગૃતતા ફેલાવવા માટે ખાનપર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ હતું. જેમા વિજેતા થયેલા વિદ્યાર્થીઓને શિક્ષણને લગતી ભેટ આપીને પ્રોત્સાહક કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાનપર પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકો અને ટીમ ખાનપરના સીએચઓ ક્રિષ્ના જી. જમોડ એ ખુબજ જહેમત ઉઠાવેલ હતી અને અંતે શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા કાર્યક્રમની સફળતા બદલ શાળાનાં તમામ શિક્ષકો તથાં આરોગ્ય સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા