મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારની લજાઈ ચોકડીએ હોટલમાં સગીર બાળકને કામે રાખનાર હોટલ સંચાલક સામે ગુનો નોંધાયો: મોરબીના ઘૂટું પાસે ટ્રક-એક્ટિવા વચ્ચે અકસ્માત


SHARE









ટંકારની લજાઈ ચોકડીએ હોટલમાં સગીર બાળકને કામે રાખનાર હોટલ સંચાલક સામે ગુનો નોંધાયો: મોરબીના ઘૂટું પાસે ટ્રક-એક્ટિવા વચ્ચે અકસ્માત

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઈ ચોકડી પાસે આવેલ ચા પાનની હોટલમાં સગીર વયના બાળકને કામે રાખવામાં આવેલ હતો અને તેની પાસેથી ટેબલ સફાઈ સહિતનું કામ લેવામાં આવતું હતી જેથી કરીને હોટલમાં સંચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર લાજાઈ ચોકડી પાસે આવેલ નારાયણી ચા પાનની હોટલ ખાતે સગીર વયના બાળકને કામે રાખીને સાફ-સફાઈ, ટેબલ સફાઈ વિગેરે કામ હોટલમાં કરાવવામાં આવતું હતું જેથી તે બાળકનું શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવતું હોય આ બાબતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હોટલના સંચાલક અર્જુનસિંહ બ્રિજરાજસિંહ જાડેજા (37) રહે. લજાઇ વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલ અનંતનગર સોસાયટીમાં સરકારી સ્કૂલની બાજુમાં રહેતા બાબુભાઈ બીજલભાઇ મગવાનિયા (70) નામના વૃદ્ધે હાલમાં ટ્રક નંબર જીજે 36 કે 4680 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તે પોતાનું એકટીવા નંબર જીજે 3 કેએલ 0859 લઈને મોરબીથી હળવદ તાલુકાના વીડી જાંબુડીયા ગામે નવા બનતા મંદિરમાં કડિયા કામ કરવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન સાડા સાત થી આઠ વાગ્યાના અરસામાં ઘુટુ ગામ પાસે આવેલ સરકારી દવાખાના નજીક ટ્રકના ચાલકે તેના એકટીવાને ઠોકર મારી હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધને બંને પગમાં ઇજાઓ થયેલ છે અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાના હવાલા વાળું વાહન અકસ્માત સ્થળથી થોડે આગળ મૂકીને નાસી ગયેલ હોય ભોગ બનેલ વૃદ્ધની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News