મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત


SHARE











મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે ગત મોડી રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં રીક્ષાને કોઈ અન્ય વાહન સાથે અથડામણ થતા શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજા પામેલા એક યુવાનને મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.જયાં તેનું મોત નિપજેલ છે.બનાવને પગલે પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રો તથા રાજકોટ સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરામાં આવેલ ભવાનીનગર વિસ્તારમાં રહેતા વિક્રમભાઇ પરસોત્તમ પાટડીયા (ઉંમર વર્ષ ૩૬) ને ગઈકાલે રાત્રે ૧૧ વાગ્યાં આસપાસ મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી અકસ્માત સબબ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ હતા.જેઓને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયેલ.જેઓનું આજે તા.૧૨ ના રોજ સવારે ૬:૩૦ વાગ્યાંની આસપાસ મોત નીપજ્યું હતું.રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા મોરબી બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ સહિતનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો.વધુમાં મળતી માહિતી મુજબ મૃતક વિક્રમભાઈ પાટડિયા વેલ્ડિંગનું કામ કરતો હોય અને દરરોજ રિક્ષામાં આવતો-જતો હતો.બનાવ વખતે તે કામે જતો હતો.વિક્રમ બે ભાઈમાં મોટો હતો.તેને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે.

યુવાન સારવારમાં

મોરબીના સરદારબાગ સામે રહેતો પારસ હસમુખભાઈ કંસારા નામનો ૨૫ વર્ષનો યુવાન શહેરના સામાકાંઠે મયુર પુલ નજીક હતો ત્યાં રવિવારી બજાર પાસે તેણે જાતે કોઈ કારણોસર બ્લેડના ચેકા માર્યા હોય સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના વીસીપરા કુલીનગર વિસ્તારમાં રહેતા અફસાનાબેન યુસુફભાઈ મોવર નામના ત્રીસ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર તેમના ઘરે જાતે ફીનાઇલ પી લેતા તેઓને સારવાર માટે ખસેડાયા હતા.જેથી બી ડિવિઝન પોલીસ સ્ટાફના સતિષભાઈ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબીના લીલાપર રોડ પેપર મિલમાં રહીને મજૂરી કામ કરતો અનિલ રાજુભાઈ નગવાડીયા નામનો ૧૮ વર્ષનો યુવાન કોઈ કારણસર દવા પી જતા તેને સારવાર માટે ખસેડાયો હોય તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માત

મોરબીના બંધુનગર અને મકનસર ગામ વચ્ચે બાઈકમાંથી પડી જતા ઇજા પામેલા મહેશભાઇ ગોવિંદભાઈ ચાવડા (૪૦) રહે.જાંબુડીયાને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.જ્યારે બાઈકમાં બેસીને ઘરે જતા સમયે અચાનક કૂતરું આડુ ઉતરતા બાલુબેન જયંતીભાઈ સોલંકી રહે. નીચી માંડલને પણ સારવાર માટે મોરબી ખસેડાયા હતા.તેમજ એકટીવામાં બેસીને પાવળીયાળી (રંગપર) બાજુથી રફાળેશ્વર જતા સમયે પાવળીયાળી કેનાલ નજીક રોડ ઉપરના ખાડામાં એકટીવા સ્લીપ થતા મનસુખભાઈ લાભુભાઈ ગોહેલ રહે.રફાળેશ્વરને ઇજાઓ થઈ હોય તેમને પણ સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા

 






Latest News