મોરબી જીલ્લામાં આજે મંત્રી બ્રિજેશ મેરજાએ નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો
SHARE
મોરબી જીલ્લામાં આજે મંત્રી બ્રિજેશ મેરજાએ નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો
લોકોના આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગોની સ્ક્રીનીંગથી સારવાર સુધીના નિરામય ગુજરાત મહાઅભિયાનનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રારંભ કરાવેલ છે ત્યારે મોરબી જીલ્લામાં આજે મંત્રી બ્રિજેશ મેરજાએ નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો
મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે નિરામય ગુજરાત મહાઅભિયાનનો કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, જયંતીભાઈ પડ્સુંબિયા, હીરાભાઈ ટમારિયા, પ્રવીણભાઈ સોનાગ્રા, પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જીગ્નેશભાઈ કૈલા સહિતના લોકો હાજર રરહ્યા હતા અને મેગા હેલ્થ કેમ્પમાં વિનામૂલ્યે દવા વિતરણ અને PMJAY- આયુષ્માન કાર્ડ પણ નિઃશુલ્ક કાઢી આપવા આવ્યા હતા