મોરબીના રામધન આશ્રમમાં પરપ્રાંતિય પરિવારોએ શ્રધ્ધાભેર છઠ્ઠ પૂજા કરી
મોરબી જિલ્લાના પ્રશ્નોની રજૂઆત સાંભળતા મંત્રી બ્રિજેશ મેરજા
SHARE
મોરબી જિલ્લાના પ્રશ્નોની રજૂઆત સાંભળતા મંત્રી બ્રિજેશ મેરજા
શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે શુક્રવારના રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિ, યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ તકે પ્રજાકીય પ્રતિનિધિઓ અને અરજદારોની રજૂઆતો સાંભળીને રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે પણ ચર્ચા હાથ ધરીને સંબંધિત અધિકારીઓને પ્રશ્નોના યોગ્ય અને હકારાત્મક નિરાકરણ લાવવા માટે સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.