જુકેગા નહીં: મોરબીમાં મુકાય સ્ટ્રેટ લાઇટનો પોલ તૂટી પડ્યો તો પણ લાઇટ ચાલુ !
SHARE
જુકેગા નહીં: મોરબીમાં મુકાય સ્ટ્રેટ લાઇટનો પોલ તૂટી પડ્યો તો પણ લાઇટ ચાલુ !
મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તંત્ર દ્વારા ખૂબ જ વિકાસના કામો કરવામાં આવે છે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ જે વિકાસના કામો કર્યા હોય છે ત્યાર પછી તેની કેવી પરિસ્થિતિ છે તે જોવાની તસ્દી ક્યારેય અધિકારીઓ, નેતાઓ કે પદાધિકારીઓ લેતા નથી તે વાસ્તવિકતા છે તાજેતરમાં રિલીઝ થયેલ પુષ્પા-2 નો ડાયલોગ “જુકેગા નહીં” ને સાર્થક કરતી ઘટના મોરબી નજીકના રવાપર ગામ પાસે જોવા મળી રહી છે આ ગામ પાસેથી પસાર થતી મચ્છુની કેનાલની બંને બાજુથી લોકોની અવરજવર થઈ શકે તે પ્રકારની વાહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે લોકોને રાત્રિના સમયગાળા દરમિયાન રસ્તા ઉપરથી પસાર થવામાં અંધારું ન પડે તે માટે થઈને તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઈટના પોલ ઉભા કરવામાં આવ્યા હતા અને સ્ટ્રીટ લાઇટો તેમાં મૂકવામાં આવી છે પરંતુ આ સ્ટ્રીટ લાઇટો હાલમાં કેવી પરિસ્થિતિમાં છે તે જોવાની કોઈ તસ્દી લેતા નથી તેવા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે જેમાં કેનાલ કાંઠે ઉભો કરવામાં આવેલ એક સ્ટ્રીટ લાઇટનો પોલ તૂટીને કેનાલની અંદર પડી ગયેલ છે તેમ છતાં પણ તેમાં સ્ટ્રીટ લાઈટ ચાલુ છે જો આ વીજ પોલ કેનાલમાં વહેતા પાણીમાં પડે અને તેના લીધે ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થાય અને કોઈ જાનહાનિ કે અન્ય કોઈ ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે ત્યારે તંત્ર વાહકો દ્વારા આ કેનાલમાં જુકીને તૂટી પડેલા સ્ટ્રીટ લાઇટના પોલને કોઈ મોટી દુર્ઘટના બને ત્યાં પહેલા હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે