મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદ નજીક સેડમાં ટ્રક ઊભો રાખીને લોખંડના સળિયાની ચોરી: 35.90 લાખના મુદામાલ સાથે બે ની ધરપકડ, બેની શોધખોળ


SHARE









હળવદ નજીક સેડમાં ટ્રક ઊભો રાખીને લોખંડના સળિયાની ચોરી: 35.90 લાખના મુદામાલ સાથે બે ની ધરપકડ, બેની શોધખોળ
 

હળવદ તાલુકાના શકિતનગર ગામની સિમમાંથી ટ્રકમાંથી લોખંડ ચોરી કરવામાં આવી રહી હતી ત્યારે તાલુકા પોલીસે ત્યાં રેડ કરી હતી તે સમયે ચોરી કરીને ટ્રકમાંથી કાઢેલા સળિયા સાથે બે શખ્સ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે હાલમાં ટ્રક સહિત 35.90 લાખનો મુદામાલા કબજે કરેલ છે.

મોરબી જિલ્લામાથી પસાર થઈ રહેલા હાઇવે રોડ ઉપર લોખંડ તથા કેમીકલ ચોરીના બનાવ અટકાવવા સખત સુચના હળવદ પોલીસે આપવામાં આવેલ છે જેથી કરીને હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફ અને ડિ-સ્ટાફની ટીમ કામ કરી રહી છે અને હળવદ હાઇવે પેટ્રોલીંગમાં સ્ટાફ હતો ત્યારે વિપુલભાઇ સુરેશભાઇ ભદ્રડિયાને મળેલ બાતમી આધારે હળવદના શકિતનગર ગામની સિમમાં કોયબા ગામ તરફ જતા રોડ પર કેનાલ પાસે સેડ ઉપર લોખંડ ચોરી બાબતે રેડ કરી હતી અત્યારે સ્થળ ઉપરથી ટ્રક નંબર જીજે 12 સિટી 5651 માંથી કાઢેલ સળિયા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 20,90,040 ના લોખંડના સળીયા અને 15 લાખનો ટ્રક મળીને કુલ મળીને 35.90 લાખનો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી વિપુલભાઇ કાળુભાઇ પરમાર રહે. શક્તિનગર હળવદ અને રાવતારામ સેરારામ બાના રહે. કેકડ તાલુકો સેડવા રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને આ તેની પ્રાથમિક પૂછપરછમાં દિલીપભાઇ ધનશ્યામભાઇ ભાટીયા રહે. શક્તિનગર હળવદ અને પ્રભુરામ હેમતારામ નહેરા રહે. બીસરણીયા જીલ્લો બાડમેર (રાજસ્થાન) વાળાના નામ સામે આવેલ છે જેથી કરીને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે આ કામગીરી પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ પીએસઆઇ ડી.વી.કાનાણી અને અજીતસિંહ નટુભા સિસોદીયા, દિનેશભાઈ હનાભાઇ બાવળીયા, વિપુલભાઈ સુરેશભાઈ ભદ્રડિયા, દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા, લીંબાભાઇ હમીરભાઇ રબારી તથા મનોજભાઈ ગોપાલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. 




Latest News