મોરબી શહેર-તાલુકા વિસ્તારમાં દારૂની ચાર બોટલો સાથે ચાર શખ્સ ઝડપાયા, એકની શોધખોળ
SHARE
મોરબી શહેર-તાલુકા વિસ્તારમાં દારૂની ચાર બોટલો સાથે ચાર શખ્સ ઝડપાયા, એકની શોધખોળ
મોરબી શહેરના લીલાપર રોડ ઉપર ઓમકાર રેસીડેન્સી પાસે તથા બેલા ગામ નજીક ખોખરા હનુમાન રોડ ઉપર દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂની મોંઘી દાટ બોટલો સાથે કુલ મળીને ચાર શખ્સ મળી આવ્યા હતા અને એક શખ્સનું નામ સામે આવ્યું છે જેથી હાલમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ કારખાના પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની મોંઘીદાટ બે બોટલો મળી આવતા પોલીસે 2480 ની કિંમતની દારૂની બે બોટલો કબજે કરી હતી અને આરોપી અજય નવઘણભાઈ પાટડીયા (19) રહે. હાલ સાપર ગામની સીમ પાવડીયારી કેનાલ માલધારી ટી સ્ટોલમાં મોરબી મૂળ રહે ઝીંઝુવાડા તાલુકો પાટડી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક દરમિયાન વિપુલ સોમાભાઈ લોદરીયા રહે. ગોપાલગઢ તાલુકો ધાંગધ્રા વાળા પાસેથી આ દારૂની બોટલો તેણે મેળવી હોવાનું સામે આવતા પોલીસે આ બંને શખ્સ સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વિપુલ લોદરીયાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ઓમકાર રેસીડેન્સી પાસેથી વાહન નં જીજે 3 એનએમ 6305 પસાર થઇ રહ્યુ હતુ જેને રોકીને પોલીસે ચેક કરતા તે વાહન ઉપર જઈ રહેલા શખ્સો પાસેથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે 800 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા 30,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 30,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સુભાષ ઓધવજીભાઈ અઘેરા (26) અને સૌમ્યજીત વસંતકુમાર બેહરા (25) રહે બંન્ને ઓમકાર રેસીડેન્સી સી-બિલ્ડીંગ બ્લોક નંબર 403 અને અમિત ધનન મિસ્કા (20) રહે ઓમકાર રેસીડેન્સી બી બિલ્ડીંગ બ્લોક નંબર 404 વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આ શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે