હળવદના જુના દેવળીયા ગામે ઘરની પાછળ અવારનવાર આવતા શખ્સને ટપારતા મહિલા સહિત ચાર વ્યક્તિઓને જાથી મારી નાખવાની ધમકી
SHARE
હળવદના જુના દેવળીયા ગામે ઘરની પાછળ અવારનવાર આવતા શખ્સને ટપારતા મહિલા સહિત ચાર વ્યક્તિઓને જાથી મારી નાખવાની ધમકી
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા યુવાનના ઘરની પાછળના ભાગમાં અવારનવાર આવતા શખ્સને તુ કેમ અવારનવાર મારા ઘરની પાછળ આવે છે તેવું કહ્યું હતું જે તેને સારું નથી લાગતા બે શખ્સો દ્વારા યુવાન તથા તેની પત્ની સહિત કુલ ચાર વ્યક્તિઓને ગાળો આપવામાં આવી હતી તેમજ એક પાડોશીને મૂઢ માર માર્યો હતો અને ચારેય વ્યક્તિઓને જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી કરીને મહિલા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા સોનલબેન ઘનશ્યામભાઈ મોરડીયા (38)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કલ્પેશ ઉર્ફે બાબો જેઠાભાઈ કરોતરા અને સંજય ગોવિંદભાઈ કરોતરા રહે. બંને જુના દેવળિયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, થોડા દિવસો પહેલા ફરિયાદીના ઘરની પાછળના ભાગમાં અવારનવાર આવતા કલ્પેશ કરોતરાને ફરિયાદીના પતિ ઘનશ્યામભાઈ મોરડીયાએ "તું કેમ અવારનવાર મારા ઘરની પાછળ આવે છે" તેવું કહ્યું હતું જે તેને સારું નહી લાગતા બંને આરોપીઓએ ફરિયાદી તથા તેના પતિ અને પાડોશમાં રહેતા સત્યપ્રકાશ રામનાથભાઈ રાજપુત અને ઇન્દ્રજીત સત્યપ્રકાશ રાજપુતને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઇન્દ્રજીત સત્યપ્રકાશ રાજપુતને બંને આરોપીઓએ મુઢ માર માર્યો હતો તેમજ ફરિયાદી મહિલા તેના પતિ સહિત ચાર વ્યક્તિઓને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે