રાજસ્થાનથી માટીની આડમાં આવતો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો: 11.09 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા, ત્રણ ની શોધખોળ
SHARE
રાજસ્થાનથી માટીની આડમાં આવતો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો: 11.09 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા, ત્રણ ની શોધખોળ
મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં બહારથી આવતા ટ્રકમાં માલ સામાનની સાથે દારૂ બિયરનો જથ્થો લાવવામાં આવતો હોય તેવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે તેવામાં એલસીબી ની ટીમ દ્વારા મોરબી હળવદ હાઇવે રોડ ઉપરથી પસાર થઈ રહેલા રાજસ્થાની ટ્રકને કડીયાણા નજીક હોટલ પાસે ચેક કરવામાં આવ્યો હતો ત્યારે માટીની આડમાં દારૂ બિયરનો જથ્થો લઈ આવવામાં આવ્યો હોય તેવું સામે આવ્યો હતો જેથી કરીને પોલીસે 42 બોટલ દારૂ તથા 24 બીયરના ટીન તેમજ મોબાઇલ ફોન અને ટ્રક મળીને 11,09,500 રૂપિયા ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સની ધરપકડ કરેલ છે અને ત્રણ શખ્સોના નામ સામે આવ્યા હોય હાલમાં પાંચ શખ્સો સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ કડીયાણા ગામ નજીક ખોડલ રામદેવ હોટલ પાસે ટ્રક નંબર આરજે 36 જીએ 3843 માં માટી પાઉડરની બોરીઓ ભરવામાં આવી હતી અને તેની આડમાં દારૂનો જથ્થો લઈ આવવામાં આવતો હોવાની બાતમી હતી જેના આધારે તે ટ્રકને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 42 બોટલો તેમજ 24 બીયરના ટીન મળી આવ્યા હતા જેથી 63,214 રૂપિયાની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તેમજ બે મોબાઈલ ફોન અને ટ્રક મળીને 11, 09,511 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટ્રક ચાલક ચેતનસિંહ ભંવરસિંહ ચૌહાણ (41) રહે.ભેંસાપા પોસ્ટ કિશનપુરા રાજસ્થાન અને ધરમસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ (33) રહે.ભેંસાપા પોસ્ટ કિશનપુરા રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂ બિયરનો જથ્થો કુલદીપ ટાંક રહે રાજસ્થાન વાળાના ઠેકા ઉપરથી ટ્રકમાં ભર્યો હતો અને સતિષ ગઢીયા રહે મોરબી તેમજ મહેન્દ્ર રહે મોરબી વાળાઓને આ દારૂ બિયરનો જથ્થો આપવાનો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને પોલીસે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ પાંચ શખ્સોની સામે ગુનો નોંધી બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે