મોરબીમાં તખ્તસિંહજી રોડ નવો બનાવવાનું કામ ચાલુ હોય ૩૦ દિવસ માટે રસ્તો બંધ, ૩ વૈકલ્પિક રસ્તાનું જાહેરનામુ પ્રસિધ્ધ
SHARE
મોરબીમાં તખ્તસિંહજી રોડ નવો બનાવવાનું કામ ચાલુ હોય ૩૦ દિવસ માટે રસ્તો બંધ, ૩ વૈકલ્પિક રસ્તાનું જાહેરનામુ પ્રસિધ્ધ
મોરબીમાં તખ્તસિંહજી રોડનું કામ ચાલી રહેલ છે જેથી કરીને ત્યાં રસ્તો બંધ કરવામાં આવેલ છે અને તેના માટે જરૂરી જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ છે અને ત્રણ રોડને વૈકલ્પિક રસ્તા તરીકે જાહેર કરવામાં આવ્યા છે
મોરબી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ છે તેમા જણાવ્યું છે કે, મોરબીમાં શિવાની સીઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ (તખ્તસિંહજી) રોડ નવો બનાવવાનો હોવાથી કામગીરી કરવા માટે વાહનોની અવરજવર પર ૩૦ દિવસ માટે બંધ કરાઇ છે અને જાહેરનામું પ્રસિદ્ધ કરીને ૩ વૈકલ્પિક રસ્તા જાહેર કરેલ છે જેમાં ટૂ વ્હીલર-ફોર વ્હીલર માટે પુનમ કેસેટથી વિજય ટોકીઝ થઈને જુના બસ સ્ટેશન, મચ્છીપીઠ રોડ પરથી આસ્વાદ પાન થઈને જડેશ્વર મંદિર રેલ્વે સ્ટેશન રોડ તરફ જઈ શકશે. તેમજ પુનમ કેસેટથી વિજય ટોકીઝ થઈને જુના બસ સ્ટેશન થઈને અયોધ્યાપુરી રોડ પરથી આસ્વાદ પાન થઈને જડેશ્વર મંદિર રેલ્વે સ્ટેશન રોડ જઈ શકશે અને વિજય ટોકીઝ પાસે સૌરાષ્ટ્ર હેર ડ્રેસર થઈને નવાડેલા રોડ જુના બસ સ્ટેશનથી અયોધ્યાપુરી રોડ પરથી આસ્વાદ પાન થઈને જડેશ્વર મંદિર રેલ્વે સ્ટેશન તરફ જઈ શકાશે.