મોરબીમાં ક્લાસીસના સંચાલકે સમયસર આવવા-બાકી ફી બાબતે ઠપકો આપતા વિદ્યાર્થીનીના પરિવારજનો સહિત 8 વ્યક્તિઓએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
SHARE
મોરબીમાં ક્લાસીસના સંચાલકે સમયસર આવવા-બાકી ફી બાબતે ઠપકો આપતા વિદ્યાર્થીનીના પરિવારજનો સહિત 8 વ્યક્તિઓએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા સંચાલકે ત્યાં અભ્યાસ માટે આવતી વિદ્યાર્થીને ક્લાસીસે સમયસર આવવા માટે અને બાકી ટ્યુશન ફી માટે ઠપકો આપ્યો હતો. જે તેને સારું ન લાગતા તેણે પોતાના પરિવારજનોને આ બાબતે વાત કરી હતી અને ત્યારબાદ વિદ્યાર્થીની સહિત કુલ આઠ વ્યક્તિઓ ટ્યુશન ક્લાસીસે આવ્યા હતા અને ત્યાં ટ્યુશન ક્લાસીસના સંચાલકને ગાળો આપીને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ઇજાગ્રસ્ત ટ્યુશન ક્લાસીસ સંચાલકને સારવારમાં લઇ ગયા હતા અને હાલમાં તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વિદ્યાર્થીની સહિત કુલ મળીને આઠ વ્યક્તિઓની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સૂર્ય કીર્તિ નગર મકાન નંબર 7 માં રહેતા રવિન્દ્રકુમાર રમેશચંદ્ર ત્રિવેદી (45) એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ માટે આવતી વિદ્યાર્થીની તેના માતા, પિતા, ભાઈ તેમજ મામા તથા અન્ય ત્રણ વ્યક્તિઓ મળીને કુલ આઠ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે તેનું ઓરીએન્ટલ ટ્યુશન ક્લાસીસ આવેલ છે અને ત્યાં અભ્યાસ કરવા માટે થઈને આવતી વિદ્યાર્થીનીને ટ્યુશન ક્લાસમાં સમયસર આવવા બાબતે તથા ટ્યુશન ક્લાસ ની બાકી રહેલ ફી બાબતે ઠપકો આપ્યો હતો. જે તેને સારું નહીં લાગતા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ માટે થઈને આવતી વિદ્યાર્થીની તથા તેના માતા, પિતા, મામા અને ભાઈ તેમજ હિતુભા ઝાલા, મિહિર પટેલ અને એક અજાણ્યો શખ્સ આમ કુલ આઠ વ્યક્તિઓ તેના ટ્યુશન ક્લાસીસે આવ્યા હતા અને ફરિયાદીને ગાળો આપીને ઢીકા પાટુનો તથા ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલા ફરીયાદી ને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર લીધા બાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીએ છે કે, હાલમાં જે ટ્યુશન ક્લાસીસના સંચાલક દ્વારા વિદ્યાર્થીની અને તેના પરિવારજનો સહિત આઠ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે તે પહેલા કલાસીસના સંચાલકની સામે વિદ્યાર્થીનીની માતા દ્વારા છેડતી બાબતની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જોકે, છેડતી બાબતની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ ત્યારે પહેલા સાંજના સમયે ટ્યુશન ક્લાસીસ ખાતે જઈને ટ્યુશન ક્લાસીસના સંચાલકને બેફામ મારવામાં આવ્યો હતો ત્યારબાદ મોડી સાંજે આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેડતી અંગેની ફરિયાદ નોંધાઈ હતી અને હાલમાં વળતી ફરિયાદ ટ્યુશન ક્લાસીસના સંચાલકે નોંધાવતા બી ડિવિઝન પોલીસે જુદા જુદા બે ગુનામાં આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે