મોરબીના બરવાળા પાસે રિક્ષા-ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે રિક્ષા ચાલક સામે ફરિયાદ મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા કાલે મહાપાલિકાના પટાંગણમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા કરાશે લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ હળવદના સુખપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત હળવદમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે એક્ટિવા-બે રેકડીને ઉડાવનારા સ્કોર્પિયોની ધરપકડ: ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ


SHARE







































મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે એક્ટિવા-બે રેકડીને ઉડાવનારા સ્કોર્પિયોની ધરપકડ: ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ

મોરબીમાં શનિવારે ઉમા ટાઉનશીપના ગેટ પાસે રાતના સાડા આઠ વાગ્યાના અરસામાં સ્કોર્પિયો ગાડીના ચાલકે એકટીવા અને બે રેકડીને હડફેટે લીધા હતા અને લોકોએ પોતાના જીવ બચાવવા માટે સાઈડમાં જવું પડે તેવી રીતે બેફિકરાઇથી પોતાનું વાહન ચલાવ્યુ હતું જેથી અકસ્માતના બનાવ સંદર્ભે આધેડે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસે સ્થળ ઉપર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું ત્યારે આરોપી ચાલમાં ગઇકાલે ગાડી ડિસ્કો કરતી હતી તેવો જ ઘાટ જોવા મળ્યો હતો.

મોરબીના રીલીફ નગર બ્લોક નં- 46 માં રહેતા દિલીપભાઈ રસિકલાલ મહેતા  (54)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્કોર્પિયો ગાડી નંબર જીજે 11 બીએચ 0005 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપના ગેટ પાસેથી આરોપી પોતાના હવાલા વાળી સ્કોર્પિયો ગાડી લઈને નીકળ્યો હતો ત્યારે બેફિકરાયથી ફૂલ સ્પીડમાં ગાડી ચલાવીને ફરિયાદીના પાર્ક કરેલા એક્ટિવા નંબર જીજે 36 કે 0749 તથા ત્યાં રાખવામાં આવતી બે રેકડીઓને હડફેટે લીધી હતી અને ફરિયાદી તથા સાહેદોને પોતાના જીવ બચાવવા માટે થઈને રોડ સાઈડમાં જવું પડે તે પ્રકારે બેફિકરાઇથી આરોપીએ તેની સ્કોર્પિયો ગાડી ચલાવી હતી અને અકસ્માત સર્જીને એકટીવા તથા રેકડીઓમાં નુકસાની કરીને તે પોતાની ગાડી લઈને ત્યાંથી નાશી ગયો હતો. જો કે, ઘટના સ્થળે અકસ્માત સર્જનાર સ્કોર્પિયો ગાડીની નંબર પ્લેટ તૂટીને ત્યાં પડી ગઈ હતી જે નંબર પ્લેટ આધારે પોલીસે અકસ્માત સર્જનાર સ્કોર્પિયો ગાડીના ચાલક આરોપી મનીષ ઉર્ફે મુન્નો પ્રશાંતભાઈ રાવલ (44) રહે. હરિઓમ પાર્ક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને રવિવારે સાંજે આરોપી જે જગ્યાએ બનાવ બનેલ હતો ત્યાં આરોપીને લઈને પહોચી હતી અને આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.














Latest News