ટંકારાના કલ્યાણપર ગામે ટ્રેક્ટરમાં લગાવેલ ચકરીની હડફેટે ચડી જતાં વાડીએ ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત
મોરબીના વનાળીયા નજીક વોંકળાના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
SHARE
મોરબીના વનાળીયા નજીક વોંકળાના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
મોરબી તાલુકાના વનાળીયા ગામ નજીક ખાખરાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર વોંકળાના પાણીમાં ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જળવા મળતી માહિતી મુજબ મૂળ દેવગઢ બારિયા તાલુકાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના વનાળિયા ગામે રહેતા અને મજૂરી કામ કરતા રવજીભાઈ ભીખાભાઈ નાયક (60) નામના વૃદ્ધ વનાળીયા ગામથી ખાખરળા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા વોકડાના પાણીમાં કોઈપણ કારણોસર ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ મૃતકના મૃતદેહને તેનો દીકરો રમેશ રવજીભાઈ નાયક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે વૃદ્ધને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવહી કરી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીમાં મચ્છુ નદીમાં બનાવવામાં આવેલ બેઠા પુલ પાસે કોઈ અજાણી કારના ચાલકે પ્રકાશ ભુરીયા (40) નામના યુવાનને હડફેટે લેતા યુવાનને પગે ઇજા થઇ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે