મોરબીના નેક્ષસ સિનેમા પાસે કાર અન્ય વાહન સાથે અથડાતા ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં
મોરબીના SP એ કરેલા PSI ની બદલીના ઓર્ડરની હજુ પણ અમલવારી ન થતાં અનેક તર્કવિતર્ક: SMC ને ગુમરાહ કર્યાની પોલીસ બેડામાં ચર્ચા
SHARE
મોરબીના SP એ કરેલા PSI ની બદલીના ઓર્ડરની હજુ પણ અમલવારી ન થતાં અનેક તર્કવિતર્ક: SMC ને ગુમરાહ કર્યાની પોલીસ બેડામાં ચર્ચા
મોરબી જીલ્લામાં પેટકોક ચોરીનો સ્થાનિક પોલીસે નહીં પરંતુ એસએમસી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને આ કાળા કારોબારમાં કોના કોના હાથ કાળ થયેલ છે તેની તપાસ હાલમાં એસએમસી દ્વારા જ કરવામાં આવી રહી છે અને જે આરોપીઓને પકડવાના બાકી છે તેને પકડવા માટે જુદીજુદી દિશામાં એસએમસીની ટિમ કામ કરી જ રહી છે જો કે, આ ગુનામાં સંડોવાયેલા અધિકારી સહિતનાઓ સુધી પહોચવા માટે ઝીણવટ ભરી તપાસ એસએમસી દ્વારા કરવામાં આવી રહી છે. અને દસ દિવસ પહેલા એસએમસી દ્વારા એલસીબીના અધિકારીની માહિતી માંગવામાં આવી હતી જેથી કરીને તાત્કાલિક અસરથી તે અધિકારીની એસપીએ સિંગલ ઓર્ડર કરીને બદલી કરી હતી અને તાત્કાલિક અસરથી અધિકારીને છૂટા કરવા માટેનો ઓર્ડરમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે તો પણ આજની તારીખે એલસીબીના પીઆઇએ એસપીના ઓર્ડરની અમલવારી કરેલ નથી જેથી કરીને એસએમસીને ગુમરાહ કરવા માટે બદલી કરવામાં આવી હતી કે શુ તેવી ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી છે.
મોરબીના ગાળા ગામ નજીક ગોડાઉનમાં ટ્રકોને લઈ આવીને તેમાંથી પેટકોકની ચોરી કરવામાં આવતી હતી જેની સ્થાનિક પોલીસને ગંધ પણ આવી નહીં ! અને એસએમસીની ટીમે સફળ રેડ કરી હતી અને ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પેટકોક ચોરી, વિશ્વાસઘાત અને છેતરપીંડીનો કુલ મળીને 20 જેટલા શખ્સોની સામે ગુનો નોંધાયો હતો અને જયારે રેડ કરવામાં આવી હતી ત્યારે એસએમસીના અધિકારીઓએ સ્થળ ઉપરથી 12 આરોપીની પેટકોક સહિત કુલ મળીને 3.57 કરોડના મુદામાલ સાથે ધરપકડ કરી હતી. જો કે, આ ગુનામાં હજુ મુખ્ય સૂત્રધાર સહિત કુલ મળીને આઠ આરોપીઓને પડકવાના બાકી છે તેમજ મોરબી જિલ્લામાંથી અન્ય કોણ કોણ આ કાળા કારોબારમાં સંડોવાયેલ છે તેની હક્કિત બહાર લાવવા માટેની તપાસ એસએમસીના અધિકારી જ ચલાવી રહ્યા છે.
તેવામાં આ રેડ બાદ મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા ગત તા .13/12 ના રોજ સિંગલ ઓર્ડર કરીને એલસીબીના પીએસઆઈ કે.એચ.ભોચિયાની લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી હતી જો કે, આજની તારીખે પણ અધિકારી હજુ એલસીબીમાં જ ફરજ બજાવે છે જેથી કરીને પોલીસે બેડામાં એસપીના ઓર્ડરને લઈને ચર્ચાઓ થવા લાગી છે. અત્રે ઉલેખનીય છે કે, એસએમસીની ટીમે તા 7/12 ના રોજ મોરબીના ગાળા ગામ પાસે આવેલ ગોડાઉનમાં રેડ કરી હતી અને ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને 20 શખ્સોની સામે પેટકોક ચોરી, વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધવામાં આવેલ હતો અને એસએમસીના અધિકારી દ્વારા કરવામાં આવી રહેલ તપાસ દરમ્યાન એલસીબીના પીએસઆઈ ભોચિયાની એસપી પાસેથી એસએમસીના અધિકારીએ માહિતી માંગી હતી.
જેથી કરીને એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા સિંગલ ઓર્ડર કરીને કે.એચ.ભોચિયાની બદલી કરવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી જાહેરહિત અને વહીવટી સરળતા માટે તેની બદલી લીવ રિઝર્વમાં કરવામાં આવી હતી જો કે, આજની તારીખે પણ એલસીબીના પીઆઇએ એસપીના ઓર્ડરની અમલવારી કરેલ હતી !? જેથી કરીને એસએમસીના અધિકારીને ગુમરાહ કરવા માટે માત્ર કાગળ ઉપર અધિકારીની બદલી કરવામાં આવેલ છે તેવી ચર્ચા પોલીસ બેડામાં જ હવે થવા લાગી છે. ત્યારે સવાલ એ ઊભો થાય કે જો એસપી દ્વારા જાહેરહિત અને વહીવટી સરળતા માટે અધિકારીની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે તો પછી તે ઓર્ડરની અમલવારી એલસીબીના પીઆઇ દ્વારા કેમ કરાવવામાં આવતી નથી ?, શું એસપી એ કરેલા ઓર્ડરને નીચેના અધિકારીઓએ આવી જ રીતે ઘોળીને પી જતાં હોય છે ? વિગેરે વિગેરે જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
તેની સાથોસાથ એસએમસી દ્વારા એલસીબીના પીએસઆઈ ની કઈ માહિતી માંગવામાં આવી હતી અને તે માહિતી જે રીતે માંગવામાં આવી હતી તે રીતે મોરબીના એસપી દ્વારા એસએમસીની ટીમને આપવામાં આવેલ છે કે કેમ તે પણ ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી છે. અત્રે ઉલેખનીય છે કે, મોરબી જીલ્લામાં ડીઝલ અને પેટકોક ચોરી તેમજ દારૂ ભરેલ ગોડાઉન પકડવા સહિત અનેક સફળ રેડ છેલ્લા મહિનાઓમાં એસએમસીની ટીમે કરેલ છે ત્યારે આ ગુનાની તપાસમાં એસએમસીની ટીમને કેવી સફળતા મળે છે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે અને પેટકોકના કાળા કારોબારમાં કોના કોના હાથ કાળા થયેલ છે અને કોણ કોણ કમાણી કરી રહ્યું હતું તે સહિતની માહિતી આગામી દિવસોમાં સામે આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.