ટંકારાના લખધીર ગઢ પાસે વાડીએથી વાયરની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા
વાંકાનેરમાં આંગણવાડી કર્મચારીઓએ પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું
SHARE
વાંકાનેરમાં આંગણવાડી કર્મચારીઓએ પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર તાલુકાના આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પડતર પ્રશ્નો અંગે મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા લાંબા સમયથી વિવિધ પ્રશ્નો અંગે માંગ કરવામાં આવી રહી છે છતાં હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા વાંકાનેર તાલુકાના આંગણવાડી સંગઠન દ્વારા વધુ એક આવેદન પત્ર અપાયું હતું, જેમાં કરવામાં આવેલ માંગો મુજબ રાજ્યભરમાં એક લાખ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો લાંબા સમયથી રાજ્ય સરકાર સમક્ષ વિવિધ પ્રશ્ને માંગ કરી રહ્યા છે જેમાં મન કી બાતમાં કોરોના રસીકરણનાં 100 કરોડ ટાર્ગેટ પૂરો થયાની વડાપ્રધાને પ્રશંસા કરી હતી પરંતુ આંગણવાડી બહેનોને કોરોના કામગીરીનું કોઈ જ વળતર ચૂકવવામાં આવ્યું નથી, આ ઉપરાંત નિવૃત્તિ વય મર્યાદા સબબ તથા કોરોના મહામારીમાં અવસાન પામેલ બહેનોને વળતર ચૂકવવા સહિત અનેક મુદ્દે વિવિધ માંગો સાથેનું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.