વાંકાનેરમાં આંગણવાડી કર્મચારીઓએ પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું
મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજનો ભવ્ય સ્નેહમિલન સમારોહ- ચિંતન શિબિર યોજાઇ
SHARE
મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજનો ભવ્ય સ્નેહમિલન સમારોહ- ચિંતન શિબિર યોજાઇ
મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા ખાખરાવાળી મેલડી માતાજીના મંદિરના પટાંગણ ખાતે સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમૃતલાલ ઠાકરાની, દેવજીભાઈ ગણેશીયા, વાઘજીભાઈ ડાંગરોચા, ભરતભાઈ ઠાકરાની, જેન્તીભાઈ મંદ્રેસાણીયા, હળવદ તાલુકા પંચાયતના સભ્ય ભરતભાઈ ગણેશીયા, રમેશભાઈ ઝિંઝુવાડીયા, ચતુરભાઈ પાટડીયા, તુલસીભાઈ પાટડીયા, વકીલભરતભાઈ દેગામા, મહેશભાઈ પરમાર, હજનારી ગ્રામ સરપંચ મહેશભાઈ પારેજીયા તમામ મહાનુભાવોનું ફુલહાર તેમજ સાલ ઓઢાડી આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકે સમાજમાં કુરિવાજો તેમજ અંધશ્રદ્ધા દૂર થાય શિક્ષણ ક્ષેત્રે સમાજ પ્રગતિ કરે તે માટે શિક્ષણ કુંભની રચના કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાખરાવાળી મેલડી માતાજીના ભુવા ભરતભાઈ સુરેલા તેમજ મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણિયા, ભરતભાઈ પરમાર, યોગેશજી ઠાકોર, જયદીપ ઝિંઝુવાડીયા, મનુભાઈ ઉપસરીયા, જયંતીભાઈ ઘાટલીયા, ગોપાલભાઈ સીતાપરા, ભાણજીભાઈ ડાભી, ધનજીભાઈ શંખેશરીયા, સુરેશભાઈ શિરોઈયા, તમામ આગેવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી