મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજનો ભવ્ય સ્નેહમિલન સમારોહ- ચિંતન શિબિર યોજાઇ
મોરબીમાથી મળી આવેલ બે બાળકોનું વાલી સાથે કરાવ્યુ મિલન
SHARE
મોરબીમાથી મળી આવેલ બે બાળકોનું વાલી સાથે કરાવ્યુ મિલન
ગઈકાલે મોરબીમાં મળી આવેલ બે બાળક કે જેમને ચાઈલ્ડ લાઇન મોરબી ઓફિસ ખાતે આશ્રય આપેલ હતો અને તેના માતા પિતાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ઘણી તપાસ બાદ તે બાળકોનાં વાલીની માહિતી મળી હતી જેઓ મૂળ ધોળા ગામ ભાવનગરનાં વતની હતા તેઓને મોરબી ખાતે બોલાવ્યા હતા અને તેમના નાનાને મોરબી ઓફિસ ખાતે બોલાવ્યા હતા ત્યારબાદ બાળકોને ચાઈલ્ડ વેલ્ફર કમિટી સમક્ષ રજૂ કર્યા હતા અને બાળકોનાં દસ્તાવેજની ચકાસણી કરીને તે બાળકોને તેમના નાનાને સોંપ્યા હતા આ કામગીરી ચાઈલ્ડ લાઇન ૧૦૯૮ મોરબી ટીમનાં કો-ઓર્ડીનેટર રાજુભાઈ ચાવડા તેમજ તેમની ટીમનાં સભ્ય નમીરા બ્લોચ, કિરણબા વાઘેલા, ભાવેશ ચૌહાણ, અંકિતા ચોહાણ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી બાળ સુરક્ષા એકમ મોરબી, મોરબી પોલીસ બી ડિવિજનનાં સહ્યારા સંકલનથી બાળકોનું મિલન તેના પરિવરજનો સાથે કરવામાં આવેલ છે