મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં બોગસ નામ ધારણ કરીને કારખાનેદાર સાથે ૩.૨૭ લાખની છેતરપિંડી કરનારા પાંચ આરોપીઓ જમીન મુક્ત


SHARE









મોરબીમાં બોગસ નામ ધારણ કરીને કારખાનેદાર સાથે ૩.૨૭ લાખની છેતરપિંડી કરનારા પાંચ આરોપીઓ જમીન મુક્ત

મોરબીના પીપળિયા ગામ પાસે આવેલ પીપળીયા-મહેન્દ્રગઢ(ફગાસીયા) રોડ ઉપર વુડ પલ્પ પેનલ એલ.એલ.પી.માથી આઇસર ગાડીના માલિક અને ડ્રાઈવર દ્વારા ૩,૨૭,૫૪૦ નો માલ ભરવામાં આવેલ હતો જે અમદાવાદ કારખાનેદારના ડિલરને નહિ પહોચાડીને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી જેની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસ દ્વારા પાંચ આરોપીની ધરપકડ કરી હતી અને આ આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ હતા જેની જમીન અરજી મૂકવામાં આવી હતી અને કોર્ટમાથી શરતી જમીન મંજૂર કરવામાં આવેલ છે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રી નગર-૧ માં રહેતા મિહિરભાઈ ત્રીભુવનભાઈ અઘારા જાતે પટેલ (ઉ-૩૨)એ બ્રાઉન કલરની આઈસર ગાડી નં- જીજે 23 એટી ૦૭૨૫ ના માલિક મયુરભાઈ જેના મો.નં ૮૭૩૪૦ ૯૩૩૩૬ તથા તેમના ડ્રાઈવર મયુરસિંહ જેના મો.નં-૯૧૦૪૬ ૫૭૪૬૩ વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ગત તા. ૨૯/૯/૨૦૨૧ થી આજ દિન સુધીમાં મોરબી તાલુકાના પીપળિયા ગામની સીમ સર્વે નં-૧૩૩/૩ પીપળીયા-મહેન્દ્રગઢ(ફગાસીયા) રોડ ઉપર પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ વુડ પલ્પ પેનલ એલ.એલ.પી.માથી આરોપીઓએ ફરીયાદિને વિશ્વાસમા લઈ ફરીયાદીના કારખાનામાથી ૩૭૦ પ્લેટ જેની કિંમત ૩,૨૭,૫૪૦ થાય છે તે માલ પોતાના વાહનમાં લઈ જઈને ફરિયાદીના ડિલર પ્રાઈમ પેનલ્સ અમદાવાદ ખાતે નહિ પહોચાડી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી છેતરપિડી કરેલ હતી જેથી પોલીસે યુવાનની ફરિયાદ લઈને આઇ.પી.સી ૪૦૭, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા

આ ગુનામાં પોલીસે વિશાલભાઈ અશ્વિનભાઈ માયાણી, રહે. રાજકોટ કોઠારીયા મેઇનરોડ રણુજાના મંદીર પાછળ શ્યામ પાર્ક-૨ રાજકોટ, ઇમરાનભાઈ ઉસ્માનભાઈ સોરા રહે. રાજકોટ સર્કલ પાશે શેરી નં ૪, સોયબભાઈ મહેબુબભાઈ ધૈયમ રહે. રાજકોટ ભગવતી પરા સુખસાગર સોસાયટી શેરી નં-ર રાજકોટ, સલીમભાઈ મહમદભાઈ જુણેજા જાતે સંધિ રહે. જંગલેશ્ર્વર સોસાયટી હુશેની ચોક શેરી નં-૯ રાજકોટ અને સુભાષભાઈ કાન્તીભાઈ ગોસાઇ રહે. રાજકોટ એફ.સી.આઇ ગોડાઉન પાછળ અમી હાઇટ્રસ રાજકોટ વાળાની  ધરપકડ કરેલ હતી અને આ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ હતા જેની જમીન અરજી મોરબીની એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં મૂકવામાં આવી હતી જેના આધારે કોર્ટે આરોપીઓના શરતી જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે નિતિનભાઈ પંડ્યા, ધર્મ રાવલ, રિયાઝભાઈ ખોરજીયા, પરવેજભાઈ બારિયા, નિલેષ એન. ગોસ્વામી અને સિરાઝભાઈ અબ્રાણી સહિતના રોકાયેલ હતા  




Latest News