મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ બનવા માટે દોઢ ડઝન જેટલા આગેવાનોમાં થનગનાટ: પ્રમુખ પદ પક્ષમાં ત્રણ ટર્મથી સક્રિય હોવું ફરજીયાત !


SHARE













મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ બનવા માટે દોઢ ડઝન જેટલા આગેવાનોમાં થનગનાટ: પ્રમુખ પદ પક્ષમાં ત્રણ ટર્મથી સક્રિય હોવું ફરજીયાત !

મોરબી સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભાજપના જિલ્લા પ્રમુખની પસંદગી માટે થઈની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે અને તેને લઈને ભાજપના અનેક આગેવાનોની અંદર પ્રમુખ બનવા માટેનો થનગના જોવા મળી રહ્યો છે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં અંદાજે 18 થી 20 જેટલા લોકો હાલમાં જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે થઈને થનગની રહ્યા છે પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વખતે જિલ્લા પ્રમુખની પસંદગી માટે થઈને ત્રણ ટર્મથી ભાજપમાં સક્રિય સભ્ય હોય અને જેના લોહીના સંબંધમાં કોઈ વ્યક્તિ કોઈપણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર ચૂંટાયેલ હોય તેવા વ્યક્તિની જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવશે નહીં. જેથી હાલમાં જે લોકો થનગની રહ્યા છે તેમાંથી ઘણા નામ ઉપર કાતર ફરી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે

મોરબી જિલ્લામાં જે 10 મંડલો ભાજપના આવેલા છે તેમાંથી અત્યાર સુધીમાં કુલ છ મંડલોમાં પ્રમુખોની વરણી કરવામાં આવી છે જેમાં મોરબી શહેર, મોરબી તાલુકા, માળિયા શહેર, માળીયા તાલુકા, હળવદ શહેર અને હળવદ તાલુકા મંડલનો સમાવેશ થાય છે જોકે ટંકારા શહેર, ટંકારા તાલુકા, વાંકાનેર શહેર અને વાંકાનેર તાલુકા મંડલના ભાજપના પ્રમુખોની વરણી હાલમાં કરવામાં આવી નથી અને તે ચારેય મંડલોની અંદર પ્રમુખની વરણી હવે આગામી સમયમાં નવા જિલ્લા ભાજપ પ્રમુખની વરણી થઈ જાય ત્યારબાદ કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી માહિતી જાણવા મળી રહી છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ આજે ગુજરાત ભાજપની કમલમ ખાતે ગાંધીનગરમાં બેઠક ચાલી રહી છે તેમાં તમામ જિલ્લાઓની અંદર જિલ્લા ભાજપ પ્રમુખની પસંદગી કઈ રીતે કરવામાં આવશે તેના માટેની પ્રક્રિયા અને ગાઈડ લાઈન જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે

જોકે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે આ વખતે જિલ્લા ભાજપ પ્રમુખ માટે થઈને 60 વર્ષની ઉંમર નિશ્ચિત કરવામાં આવી છે અને તેની ચુસ્તપણે અમલવારી કરવામાં આવશે. આ ઉપરાંત જે વ્યક્તિ છેલ્લી ત્રણ ટર્મથી ભાજપમાં સક્રિય સભ્ય તરીકે હશે તેની જ પ્રમુખ પદ માટેની શક્યતાઓ વધશે તેની સાથોસાથ એક નવી ગાઈડ લાઈન એવી પણ આવશે કે જે વ્યક્તિના લોહીના સંબંધ હોય તેવી કોઈ વ્યક્તિ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કે અન્ય કોઈ જગ્યાએ ચૂંટાયેલ હોય તો તે વ્યક્તિને પણ પ્રમુખ પદ મળશે નહીં.

જેથી કરીને કોઈ પણ જિલ્લામાં જે વ્યક્તિ છેલ્લા ત્રણ ટર્મથી ભાજપમાં સક્રિય હોય અને તેના પરિવારમાંથી કોઈ વ્યક્તિ હાલમાં ચૂંટાયેલ ન હોય તેવા વ્યક્તિની પસંદગી થાય તેવા સંકેતો હાલમાં મળી રહ્યા છે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે થઈને પાંચેય તાલુકામાંથી એક કે બે નહીં પરંતુ લગભગ દોઢ ડઝન જેટલા આગેવાનો હાલમાં થનગની રહ્યા છે જોકે આજ સાંજ સુધીમાં ભાજપ દ્વારા જિલ્લા ભાજપના પ્રમુખ માટે થઈને જે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવે ત્યારબાદ આ દોઢ ડઝન જેટલા આગેવાનોમાંથી લગભગ 50 ટકા જેટલાના નામ ઉપર ફોર્મ ભરાય કે ઉમેદવારી થાય તે પહેલા જ કાતર ફરી જાય તેવી શક્યતાઓ છે. જેથી આ વખતે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ કોણ બનશે તેના ઉપર સૌ કોઈની નજર મંડાયેલ છે.






Latest News