મોરબી જિલ્લા સંકલનની બેઠકમાં અધિકારી-પદાધિકારી ઉપરાંત ભાજપના આગેવાનોને કેમ બેસાડે ?: ગણગણાટ શરૂ
SHARE
મોરબી જિલ્લા સંકલનની બેઠકમાં અધિકારી-પદાધિકારી ઉપરાંત ભાજપના આગેવાનોને કેમ બેસાડે ?: ગણગણાટ શરૂ
મોરબી જિલ્લામાં દર મહિને ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં જિલ્લા સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે અને તેમાં મોરબી જિલ્લાના લોકોના પ્રશ્નો તથા સમસ્યાઓનો નિકાલ થાય તે માટેના નિર્ણયો કરવામાં આવતા હોય છે જોકે આ બેઠકમાં શું ચર્ચા થાય છે અને તેની ખરેખર અમલવારી કેવી થાય છે તેની સાચી વાત લોકો સુધી પહોંચે તે માટે થઈને જિલ્લા સંકલનની બેઠકમાં પત્રકારોને હાજર રાખવામાં આવે તેના માટે થઈને અગાઉ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કલેકટરને કહેવામાં આવ્યું હતું તેમ છતાં પણ પત્રકારોને આ બેઠકમાં હાજર રહેવા દેવામાં આવતા નથી જોકે, ભાજપના આગેવાનો આ બેઠકમાં શા માટે બેઠા હોય છે અને તેને બેસવા માટેની છૂટ કોના દ્વારા આપવામાં આવે છે તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે
મોરબી જિલ્લાના પાંચેય તાલુકાની અંદર રોડ રસ્તાથી લઈને જે કોઈ વિકાસ કામો ચાલુ હોય તે વિકાસ કામો સમયસર પુરા થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને દર મહિને જિલ્લા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે અને તે સંકલન સમિતિની બેઠકમાં મોરબી જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, સાંસદ વિગેરે હાજર રહેતા હોય છે અને તેઓની હાજરીમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાતી હોય છે જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રોડ રસ્તાથી લઈને જે કોઈ વિકાસ કામ માટેની ચર્ચાઓ કરવામાં આવતી હોય છે તેના ઉપર તાત્કાલિક કામગીરી થાય તેની સૂચનાઓ પણ આપવામાં આવે છે તે પ્રકારની જિલ્લાના માહિતી ખાતા તરફથી પ્રેસનોટો આપવામાં આવે છે જોકે તેની ખરેખર અમલવારી થાય છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.
બીજી બાજુ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે કઈ પ્રકારની ચર્ચા થાય છે અને ચર્ચાના અંતે જે આદેશો થાય છે તેની કેવી અમલવારી થાય છે તેની વાસ્તવિકતા લોકો સુધી પહોંચે તેના માટે આ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પત્રકારોને હાજર રાખવામાં આવે તેના માટે થઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અગાઉ જિલ્લાના કલેક્ટર સહિતના અધિકારીઓને કહેવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણોસર આ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પત્રકારોને હાજર રહેવા દેવામાં આવતા હાજર રહેવા દેવામાં આવતા નથી.
જોકે ગઈકાલે મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષ સ્થાને સમિતિની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર હતા તે ઉપરાંત મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલ તથા અન્ય ભાજપના આગેવાન આ બેઠકની અંદર હાજર હતા ત્યારે આ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિ ન હોવા છતાં પણ શા માટે થઈને જિલ્લા સંકલનની બેઠકમાં હાજર હતા ? અને આ બેઠકમાં તેમને બેસવા માટે થઈને કોના તરફથી છૂટ આપવામાં આવી હતી ? તેની સ્પષ્ટતા મોરબી જિલ્લા કલેક્ટરે કરવી જોઇએ તેવો ભાજપમાં ગણગણાટ થઈ રહ્યો છે.