હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી મળતી સરકારી કીટ લેવા લાભાર્થીઓને વાંકાનેર સુધીના ધક્કા !?


SHARE













મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી મળતી સરકારી કીટ લેવા લાભાર્થીઓને વાંકાનેર સુધીના ધક્કા !?

સરકાર દ્વારા લોકોને પગભર કરવા માટે તેને વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી કીટ આપવામાં આવતી હોય છે જોકે, મોરબી જિલ્લામાં લાભાર્થીઓને કીટ મંજુર કરવામાં આવે તો મોરબી નહીં પરંતુ વાંકાનેર ખાતે કીટ લેવા માટે થઈને જવું પડે છે જો મોરબીની આસપાસમાં જ ગોડાઉન રાખીને ત્યાં માલસામાન રાખવામાં આવે તો લાભાર્થીઓને ઓછી હાલાકીનો સામનો કરવો પડે તેવું લાભાર્થીઓમાં ચર્ચા રહ્યું છે

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાંથી સરકારની વિવિધ યોજના હેઠળ અથાણા મશીન, પાપડ બનાવવાનું મશીન, દરજીકામ માટેનું મશીન, ભરત કામ માટેનું મશીન, બ્યુટી પાર્લરને લગતી સામગ્રીની કીટ વિગેરે કુલ મળીને 18 જેટલા ટ્રેડનું કીટ મંજૂર કરવામાં આવતી હોય છે અને તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી આપવામાં આવતી હોય છે જોકે ગાંધીનગર ખાતેથી કિટને મંજુર કરવામાં આવે ત્યાર બાદ મોરબી શહેરમાં સોરડી રોડ ઉપર આવેલ જિલ્લા સેવાસદન ખાતે કાર્યરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લાભાર્થીને તેનું વેરિફિકેશન કરવા માટે આવવાનું હોય છે અને ત્યારબાદ મોરબી જિલ્લાના કોઈપણ તાલુકામાંથી લાભાર્થીને કીટ મંજૂર થઇને વાંકાનેર ખાતે તે કીટ લેવા માટે જવું પડતું હોય છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, જો લાભાર્થીને કીટ મંજુર થયા બાદ તેનું વેરિફિકેશન મોરબી શહેરમાં થતું હોય તો મોરબીની આસપાસમાં જ જો કોઈ જગ્યાએ ગોડાઉન રાખીને માલ રાખવામા આવતો હોય તો હળવદ, માળીયા, ટંકારા અને મોરબી શહેર અને તાલુકાના લાભાર્થીઓને વાંકાનેર સુધીના ધક્કા ખાવા પડે નથી. જોકે અધિકારીઓ દ્વારા શા માટે થઈને આવી વ્યવસ્થા નથી કરવામાં આવતી તે સવાલ ઉઠી રહ્યો છે.






Latest News