મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ડ્રેનેજની ગંદકીનો જાહેરમાં નિકાલ કરતાં કોન્ટ્રાકટર સામે પગલાં લેવાની માંગ


SHARE







મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ડ્રેનેજની ગંદકીનો જાહેરમાં નિકાલ કરતાં કોન્ટ્રાકટર સામે પગલાં લેવાની માંગ

મોરબી પાલિકા દ્વારા ચાલતા ડ્રેનેજ સફાઈના વાહનમાં આરટીઓના નિયમોનો સરેઆમ ભંગ કરી નંબર પ્લેટ વગર ખુલ્લેઆમ રસ્તામાં ગાડી દોડાવી રહ્યા છે પરંતુ છતાં પણ આ ગાડી કોઈ પણ અધિકારીના નજરમાં આવતી નથી ? તો શું નિયમો બધા માત્ર ગરીબ માણસોને લાગુ પડે છે એવી રીતે તેના ઉપર કોઈપણ પ્રકારની કોઈ દ્વારા કાર્યવાહી થતી નથી. ? અને આજુબાજુના વિસ્તારમાંથી ગટર સફાઈનો કચરો ઉપાડી યોગ્ય નિકાલ કરવાની બદલે સામાકાંઠે વોર્ડ નંબર- ૩ કે જે વિસ્તારમાં હાલના ધારાસભ્ય અને નગરપાલિકાના પુર્વ ઉપપ્રમુખ બંનેના વસવાટ કરતા હોય એવાં વીસ્તારમાં આવેલી વિદ્યુતનગર, હરિપાર્ક સોસાયટી, ઉમા ટાઉનશિપ સોસાયટીના આવન જાવનના રસ્તાની બાજુમાં આવેલ પંપિંગ સ્ટેશનના દરવાજાની બાજુમાં જ ગટરના કદડાના નિકાલ કરવામાં આવે છે અને આજુબાજુમાં રહેતા લોકોને દુર્ગંધનો સામનો કરવો પડે છે તો તો આવી રીતે ખુલ્લેઆમ કદડો નાખવાથી રહીશોને થતી પરેશાનીનો ઉકેલ ક્યારે આવશે તેવી આમ આદમી પાર્ટીનાં મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા મોરબી નગરપાલિકાને ઉગ્ર રજૂઆત કરવામાં આવે છે અને આ કોન્ટ્રાકટર પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે અને કોન્ટ્રાકટરનું પેમેન્ટ અટકાવા માંગ કરવામાં આવી છે. વધુમાં આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ સાથે વાતચીત કરતા જણાવ્યું કે જો અમારી માંગણી સ્વીકારવામાં આવશે નહીં તો સ્થાનીક લોકોને સાથે રાખી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી છે.




Latest News