મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પોલીસ ભરતીની ફિઝિકલ ટ્રેનિંગ માટે કેમ્પનું આયોજન
SHARE
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પોલીસ ભરતીની ફિઝિકલ ટ્રેનિંગ માટે કેમ્પનું આયોજન
રાજ્યના પોલીસ દળમાં ભરતીનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે મોરબીના યુવાનો પોલીસ ભરતીને અનુકૂળ શરીર સોષ્ઠવ બનાવી શકે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ સમાજના યુવાનો માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી તેમજ કાર્યકર દિલીપભાઈ દલસાણીયાએ જણાવ્યું હતું કે, પોલીસ દળમાં મોરબીના યુવાનો જોડાય તે માટે મોરબીમાં કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ક્રિષ્ના મેળા ગ્રાઉન્ડ ખાતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનુભવી કોચ દ્વારા પોલીસની ભરતી માટે પદ્ધતિસરની તાલીમ અપવમાં આવે છે. તેમાં ફિઝિકલ ટ્રેનર કોચ મનીષ અગ્રાવત અને અગાઉ 10 કિમિ દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર કુલદીપ ગઢવી તેમજ નિવૃત પીએસઆઈ જયમલભાઈ કરોતરા અને એક્સ આર્મીમેન સહદેવસિંહ ઝાલા કોચ તરીકે સેવા આપી રહ્યા છે. આ પ્રકારની સર્વશ્રેષ્ઠ તાલીમ બદલ ઉમેદવાર પ્રશાંત કુશવાહએ કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી પોલીસમાં જોડાવવા માટે મહેનત કરી રહ્યો છું અહીંયા પદ્ધતિ સરનું રનિંગ થાય છે અને તેની જેમ બીજા યુવાનો પણ તાલીમ લઈને પોલીસની ભરતીમાં સારું પર્ફોમન્સ કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.