માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે જીવલેણ અકસ્માત સર્જનારા કાર ચાલક સામે ગુનો નોંધાયો
SHARE







માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે જીવલેણ અકસ્માત સર્જનારા કાર ચાલક સામે ગુનો નોંધાયો
માળિયા (મી)ના ચાચાવદરડા ગામ નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બનાવમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી તેના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવમાં અન્ય પાંચ લોકોને ઇજા થતાં તેને સારવારમાં લઈ ગયા હતા જે બનાવ સંદર્ભે રિક્ષા ચાલકે હાલમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા (મી)ના ચાંચાવદરડા ગામેથી માળીયા બાજુ જવાના રસ્તે આવેલ સોહમ કોલ નજીક રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષા અને કાર અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઘટના સ્થળે ભાવનાબેન સંજયભાઈ વિરડા (42) રહે. સોનગઢ તાલુકો માળીયા મિયાણા વાળાનું મોત નીપજયું હતું. જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં ધર્મિષ્ઠાબેન યોગેશભાઈ સનારીયા (38), જાનબાઇ સિકંદર ભટ્ટી (26), સાના ઈકબાલભાઈ કટિયા (4), નસીમબેન ઈકબાલભાઈ કટિયા (34) અને ઇરફાન ગફુરભાઈ માલાણી (20) રહે. બધા માળીયા મિયાણા વાળાઓને ઇજા થયેલ હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તે પૈકી સાના કટિયા નામની બાળકીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇરફાનભાઇ ગફુરભાઇ માલાણી (21)એ કાર નં. જીજે 10 ડીએન 0527 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેની રિક્ષા નંબર જીજે 1 ટીએફ 2928 ને કાર ચાલકે હડફેટે લીધી હતી જે બનાવમાં રિક્ષામાં બેઠેલા ભાવનાબેનનું મોત નીપજયું છે અને કાર ચાલક અકસ્માત સર્જીને પોતાની કારને મૂકીને નાશી ગયો હતો. હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

