હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સિલિકોસિસ દર્દીઓ માટે ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો


SHARE













મોરબીમાં આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સિલિકોસિસ દર્દીઓ માટે ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો

મોરબીમાં આવેલ શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી, શ્રી કે.કે. શેઠ ફિઝીયોથેરાપી કોલેજ- રાજકોટ અને પીપલ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના (PTRC) સહયોગથી સિલિકોસિસ દર્દીઓ માટે વિશેષ ફિઝીયોથેરાપી પુનર્વસન કેમ્પનું આયોજન શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી કેમ્પસમાં તાજેતરમાં કરવામાં આવ્યું હતું અને 40 દર્દીઓના પલ્મોનરી ફંક્શન ટેસ્ટ (PFT) કરાયા હતા અને તેમાં દરેક દર્દીઓને તેમના ફેફસાની કેપેસિટી અંગે માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં શ્રી કે.કે. શેઠ ફિઝીયોથેરાપી કોલેજ- રાજકોટના સ્ટાફ તથા MPT વિદ્યાર્થીઓએ દર્દીઓની સારવાર અને માર્ગદર્શન માટે ભાગ લીધો હતો. તેમજ મોરબી સિવિલ હોસ્પિટલના ફિઝીયોથેરાપી વિભાગના ડૉ. હાર્દિક રાવલ પણ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ યોગદાન આપ્યું હતું. આ કેમ્પમાં નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી સારવાર અને માર્ગદર્શન સિલિકોસિસ પીડિત દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.






Latest News