મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સોનલ બીજની કરાઈ ભવ્ય ઉજવણી


SHARE









મોરબીમાં સોનલ બીજની કરાઈ ભવ્ય ઉજવણી

આજે આઈ સોનલ માંનો 101મો જન્મોત્સવ તરીકે સમગ્ર દેશ-વિદેશમાં ઉજવણી કરવામાં આવી હતી. પોષ સુદ બીજ એટલે કે સોનલબીજ, જે ચારણ માટે દિવાળી અને નૂતન વર્ષ જેવો દિવસ માનવામાં આવે છે. અઢારેય વરણની આસ્થાનું પ્રતીક એવા આઈ સોનલમાં નું મઢડા ખાતે મુખ્ય સ્થાનક આવેલું છે.

આઈ સોનલ માંએ પોતાનું સમગ્ર જીવન સમાજ કલ્યાણ, અને સર્વે સમાજને દુષણોમાંથી કંઈ રીતે મુક્ત કરવા, શૈક્ષણિક ક્રાંતિ જગાડવામાં પોતાનું સર્વસ્થ જીવન ખપાવી દીધું હતું. ત્યારે આજે પણ ચારણ સમાજ સાથે અઢારેય વરણ આઈ સોનલ માં ના જન્મોત્સવની ઉજવણી કરે છે. ત્યારે મોરબીના ખડિયા વિસ્તારમાં આવેલ સોનલધામ અને ચારણ સમાજની સમાજ વાડી ખાતે આજે આઈ સોનલમાં ના 101માં જન્મોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભવ્ય શોભાયાત્રા, મહાઆરતી, હોમ-હવન, ચારણ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન, મહાપ્રસાદ તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચારણ સમાજના આગેવાનો અને બહોળી સંખ્યાં ચારણ સમાજ ઉપસ્થિત રહીને ભવ્ય રીતે સોનલબીજની ઉજવણી કરી હતી.




Latest News