મોરબીમાં પોલીસે રૂમનો દરવાજો તોડતા અંદરથી સળગેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ
મોરબી : કામે જવા બાબતે પત્ની સાથે બોલાચાલી બાદ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત
SHARE
મોરબી : કામે જવા બાબતે પત્ની સાથે બોલાચાલી બાદ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત
વાંકાનેર નજીક આવેલ રાજાવડલા ગામે રહેતા યુવાનને કામે જવા બાબતે પત્ની સાથે બોલાચાલી થઈ હતી.ત્યારબાદ યુવાને ઝેરી દવા પી લેતા યુવાનનુ મોત નીપજ્યું હતું.જે બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે રહેતા દેવજીભાઈ કાળુભાઈ દેત્રોજા (43) નામના યુવાને તેના ઘરે ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા.ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે મૃતક દેવજીભાઈ દેત્રોજા કપાસની ગાડી ભરવાનું મજૂરી કામ કરતા હતા અને વહેલી સવારે કપાસની ગાડી ભરવા માટે જવાનું હતું પરંતુ તે ગયા ન હતા જેથી કરીને કામે જવા બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ લાગી આવતા દેવજીભાઈ દેત્રોજાએ ઝેરી દવા પી લીધી હતી.જેથી તેનું મોત નીપજ્યું છે જે અંગેની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.