મોરબીમાં લેઝર લાઇટનો શેરડો મારવાની વાતમાં બે જૂથ વચ્ચે મારામારી, ધોકા-પાઇપ ઉડ્યા
SHARE
મોરબીમાં લેઝર લાઇટનો શેરડો મારવાની વાતમાં બે જૂથ વચ્ચે મારામારી, ધોકા-પાઇપ ઉડ્યા
મોરબી નજીકના ધરમપુર ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં બાઈકમાં લગાવવામાં આવેલી લેઝર લાઇટનો શેરડો મોઢા ઉપર પડતા બોલાચાલી ઝઘડો થયો હતો.જે બાબતમાં કાર તથા બાઇકમાં આવેલા પાંચ-સાત લોકો દ્વારા પાઇપ-ધોકા સહિતના હથિયારો દ્વારા પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને પરિવાર દ્વારા પણ સ્વ બચાવમાં મારામારી કરવામાં આવી હતી.આ સામસામી મારામારીના બનાવમાં ત્રણ લોકોને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા.
સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના ધરમપુર ગામે રહેતા નરભેરામભાઇ ઝીંઝવાડીયા તથા તેમના પત્ની બાઈકમાં આવતા હતા ત્યારે ગામમાં જ રહેતા જયદીપ મુકેશ ઉપસરીયા નામનો યુવાન સામેથી બાઇક લઈને આવતો હોય અને તેના બાઇકમાં લેઝર લાઇટ લગાવેલ હોય જે આંખ ઉપર પડતી હોય તેને લેઝર લાઇટ કઢાવી નાંખવાનું કહ્યું હતું.અને તે બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો બાદમાં સમાધાન કરવા આવી છીએ તેમ કહીને કાર અને બાઈકમાં છ-સાત લોકો આવ્યા હતા અને ધોકા-પાઈપ વડે પરિવાર ઉપર હુમલો કર્યો હતો.જેમાં પરિવાર તરફથી પણ વળતો સ્વ બચાવનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ સામસામી મારામારીના બનાવમાં નૈમિષ નરભેરામ ઝીંઝુવાડીયા (૨૮) હિતેશ નરભેરામ ઝીંઝુવાડીયા (૨૬) રહે.બંને નવા ધરમપુર તથા સામેના પક્ષના રણજીત રામાભીઇ પરમાર (૧૭) રહે.નવા ધરમપુરને નાની-મોટી ઇજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા અને આ બનાવ સંદર્ભે હાલ એસપીને પણ લેખીત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
ભોગ બનનાર સગીરા આરોપી સાથે મળી આવી
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે બિહારના ઓરંગાબાદ જિલ્લાના ખુંદવા થાનાના એએસઆઈ અજીતકુમાર સિંગ બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને અહીં ખોખરા હનુમાન રોડ ઉપર બેલા ગામે આવેલ કારખાનામાં તપાસ કરવામાં આવતા ત્યાં તેઓના વિસ્તારમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સોનુકુમાર રવીન્દ્રરામ (ઉંમર ૧૯) સાથે મળી આવી હતી.જેથી હાલ સગીરાને હસ્તગત કરી આરોપીને દબોચવામાં આવ્યો હતો અને આગળની તપાસ માટે બંનેને બિહાર લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ ઉમા સ્કૂલ પાસેથી બાઈકમાં પસાર થઈ રહેલ યુવાનના બાઇકની આડે ઢોર આવતા બાઈક પલ્ટી ખાઈ ગયું હતું.જેમાં ખભાના ભાગે ફેકચર જેવી ઇજા સાથે બાઈક સવાર ધર્મેન્દ્રભાઈ નાયક (ઉમર ૩૦) રહે નાયકા ફળિયું ડેરીયા જેતપુર છોટાઉદેપુર હાલ રહે.ટીંબાવાડી મેલડી માતા મંદિર પાસે મહેન્દ્રનગરની સિમ મોરબી-૨ ને ઇજાઓ થઈ હતી.જેથી શહેરના સામાકાંઠેની શિવમ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.તેમજ હળવદના રણમલપુર ગામે રહેતા હરજીવનભાઈ નથુભાઈ પારજીયા નામના ૭૪ વર્ષના આધેડ વાડીએથી બાઈકમાં ઘરે પરત જતા હતા.ત્યારે ધણાદ ગામની સીમમાં બાઈક સ્લીપ થતાં ડાબા પગના થાપાના ભાગે ફેક્ચર જેવી ઇજાઓ સાથે તેઓને પણ અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી કુબેર ટોકીઝ પાસે રહેતા કિશન દિલીપભાઈ ઠાકોર નામના ૨૬ વર્ષના યુવાનને તેના ઘરની પાસે મારામારીના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો.









