મોરબીમાં લેઝર લાઇટનો શેરડો મારવાની વાતમાં બે જૂથ વચ્ચે મારામારી, ધોકા-પાઇપ ઉડ્યા
મોરબીમાં ઘરના બાથરૂમમાંથી બિયરના 60 ટીન સાથે એકની ધરપકડ: રાજકોટના શખ્સની શોધખોળ
SHARE
મોરબીમાં ઘરના બાથરૂમમાંથી બિયરના 60 ટીન સાથે એકની ધરપકડ: રાજકોટના શખ્સની શોધખોળ
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ભારતપરા શેરી નં-1 માં રહેતા શખ્સના ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે બાથરૂમમાંથી બિયરના 60 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે બિયરના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને બિયરનો જથ્થો આપનાર રાજકોટના શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના પંચાસર રોડ ઉપર ભારતપર શેરી નં-1 માં રહેતા મુસ્તુફા સોલંકીના મકાનમાં દારૂ બિયરનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે ઘરના બાથરૂમમાંથી બિયરના 60 ટીન મળી આવ્યા હતા જેથી કરીને 6,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મુસ્તફા ઉર્ફે મુસ્તાક ઉર્ફે ઝેરી ઓસમાણભાઈ સોલંકી (23) રહે. પંચાસર રોડ ભારતપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં તેને આ બિયરનો જથ્થો નઝીરભાઈ રહીમભાઈ સુમરા રહે. જામનગર રોડ માધાપર ચોકડી પાસે રાજકોટ વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આ બંને શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને નઝીરભાઈ સુમરાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
એક બોટલ દારૂ
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ નિર્મલ જ્યોત પેટ્રોલ પંપ પાસેથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 967 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી પ્રદીપભાઈ દયારામભાઈ વાણીયા (30) રહે. ભડિયાદ કાંટે હરિઓમ પાર્ક સોસાયટી શેરી નં-1 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો









