મોરબીના લાયન્સનગરમાં માતાજીના નવરંગ માંડવાનું આયોજન, નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે વસ્તુ મળશે
SHARE






મોરબીના લાયન્સનગરમાં માતાજીના નવરંગ માંડવાનું આયોજન, નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે વસ્તુ મળશે
મોરબીના લાયન્સનગર સેન્ટમેરી સ્કૂલ પાછળ નવલખી રોડ ખાતે આઇશ્રી ખોડીયાર માતાજી, શ્રી મોમાઈ માતાજી અને શ્રી મેલડી માતાજીનો નવરંગો માંડવોનું તા. ૧૧-૧-૨૫ ને શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાવળદેવ અરવિંદભાઈ (ચોગઢવાળા), કરના ભૂવા ભાવેશભાઈ પોપટ શ્રી મેલડી માતાજીના ભૂવા મોરબી, રમેલ કલાકાર વિપુલ ખટાણા ગંજેળા ગામ સુરેદ્રનગર ઉપસ્થિત રહેશે.
મોરબીના લાયન્સનગર સેન્ટમેરી સ્કૂલ પાછળ નવલખી રોડ ખાતે શ્રી ખોડીયાર માતાજી તથા શ્રી મોમાઈ માતાજી તથા શ્રી મેલડી માતાજીનો નવરંગો માંડવાનું આયોજન સં.૨૦૮૧ પોષ સુદ-૧૩, તા.૧૧-૧-૨૫ ને શનિવાર ના રોજ કરવામાં આવ્યું છે. જેમાં ભુવા/સંતો મહંતોના સામૈયા તા.૧૧ ના રાત્રે ૮ વાગ્યે કરાશે, થાંભલી રોપણ તા.૧૧ શુભ ચોઘડીયે, મહા પ્રસાદ તા.૧૧ ના સાંજે ૬ વાગ્યે, ડાકલાની રમઝટ તા.૧૧ રાત્રે ૯ વાગ્યે, થાંભલી વધામણા તા.૧૨ ને રવિવારે સવારે શુભ ચોઘડીયે કરવામાં આવશે. અરવિંદભાઈ (રાવળદેવ), આઈશ્રી મોગલધામ પીપોદરા મહંતશ્રી જગદિશભારથી બાપુ મોગલ છોરૂ તેમજ પંચના ભૂવા તરીકે અશ્વિનભાઈ પોપટ-મોરબી (શ્રી ખોડીયાર તથા મોમાઈ માતાજીના ભુવા) વિગેરે હાજર રહેશે.
નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે મળશે
મોરબીમાં નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે મળશે.જેમાં તા.૮-૧ ને બુધવારે સવારે ૮ થી ૧ મોરબીના સામાકાંઠે રામકૃષ્ણનગર, જનકલ્યાણનગર, રીલીફ સોસાયટી પાસે આવેલ બાપા સીતારામ ચોક પોસ્ટ ઓફીશ સામે સદગુરૂ પાન સેન્ટર નજીક યોજાશે.જેમા ફુલછોડના કલમી રોપ, ૨૬ પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા,
દરેક જાતના ઓસડીયા, હાથેથી ખાંડેલા હરડે બહેડા આમળા અરીઠા શિકાકાઈ ત્રિફળા સરગવો મેથી સિંધાલૂણ પાવડર ચુર્ણ તેમજ ચોખ્ખું મધ અગરબત્તી ગુગળ કપુર હવન સામગ્રી દેશી ખાંડ ગોળ અને તાવડી પાટીયા કુંડા ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા રાહત ભાવે કપ રકાબી બરણી તેમજ કાળા સફેદ તલની સાંનિ કચ્ચરીયુ અને તલનું તેલ પ્યાર મગફળીનું તેલ મળી રહેશે.તેમ રામભાઈ આહીર (મો.૯૮૨૫૧ ૦૯૧૮૪) અને લાલુભા એમ. ઝાલા (મો.૯૮૭૯૨ ૫૩૪૧૦) એ જણાવેલ છે.આ સંસ્થા દ્રારા દર મહિનાના બીજા બુધવારે ખેડુત હાટ ભરે છે.


