મોરબી-માળિયાના ધારાસભ્યની રજૂઆતના પગલે નાગડાવાસ તથા ખાખરેચી ગામે પશુ દવાખાના મંજૂર કરતા કૃષિ મંત્રી
મોરબીના સામાજિક કાર્યકરોએ વિધવા, વૃદ્ધ અને વિકલાંગોને મળતા પેન્શનમાં વધારો કરવા કરી રજૂઆત
SHARE
મોરબીના સામાજિક કાર્યકરોએ વિધવા, વૃદ્ધ અને વિકલાંગોને મળતા પેન્શનમાં વધારો કરવા કરી રજૂઆત
મોરબીના સામાજિક કાર્યકરોએ રાજ્યના મુખ્યમંત્રી સહિતનાઓને પત્ર લખીને વિધવા, વૃદ્ધ અને વિકલાંગોના પેન્શનમાં વધારો કરવાની માંગ કરેલ છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણિયા, દેવેશભાઈ રાણીવાડીયા અને ગીરીશભાઈ કોટેચા સહિતનાઓએ લેખિતમાં રાજ્યના મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય, કલેકટર સહિતનાઓને રજૂઆત કરીને માંગ કરી છે કે હાલમાં સરકાર તરફથી વિધવામ વૃદ્ધ અને વિકલાંગને જે પેન્શન આપે છે તે ખૂબ નીચું છે
હાલના મોંઘવારીના સમયમાં તેમાં વધારો કરવો ખૂબ જરૂરી છે. આજની તારીખે સરકાર દ્વારા વિધવા પેન્શનમાં 1250 રૂપિયા આપવામાં આવે છે જે ખૂબ જ ઓછો છે તેમાં વધારો કરીને માસિક 4,000 આપવા જોઈએ તો વૃદ્ધ અને વિકલાંગને 1000 રૂપિયા આપવામાં આવે છે તેમાં પણ વધારો કરીને 2500 જેટલી રકમ આપવી જોઈએ તેવી માંગ કરી છે.
આગામી બજેટમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, સ્થાનિક સાંસદ વિનોદભાઈ ચાવડા, પરસોતમભાઈ રૂપાલા અને ચંદુભાઈ સિહોરા દ્વારા બજેટમાં આ બાબતે રજૂઆતો કરવી જોઈએ તેવી માંગ કરી છે. તેની સાથોસાથ તેમજ વિધવા, વૃદ્ધ અને વિકલાંગોને સમયસર પેન્સન આપવામાં આવે તેવી માંગ કરી છે.