મોરબીમાં અકસ્માત સર્જીને બાળકીનું મોત નીપજવનાર કાર ચાલકની ધરપકડ
ટંકારાના લજાઈ અને હળવદના ચરાડવા ગામે બે બનાવમાં બે યુવાન ઝેરી દવા પી લેતા બંને સારવારમાં
SHARE
ટંકારાના લજાઈ અને હળવદના ચરાડવા ગામે બે બનાવમાં બે યુવાન ઝેરી દવા પી લેતા બંને સારવારમાં
ટંકારા તાલુકાની લજાઈ ચોકડી પાસે આવેલ પોલીમર્સના કારખાનાના લેબર કવાર્ટરમાં અને ચરાડવા ગામે વાડીએ જુદાજુદા બે બનાવમાં બે યુવાન ઝેરી દવા પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બંને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે પરમ પોલીમર્સ નામના કારખાનામાં કામ કરતો અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતો યુવાન વિરપાલ દયાકિશનભાઇ પાલ (21) નામનો યુવાન ક્વાર્ટરમાં હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવી હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવી હતી આવી જ રીતે હળવદ તાલુકાના ચરાડવા ગામે ધર્મેશભાઈ પટેલની વાડીએ મોટી કેનલ પાસે રહેતા અને મજૂરી કામ કરતો લાલુ ભાયાભાઈ તોમર (29) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ ચરડવાને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બંને બનાવની પોલીસને કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ થાય છે
અકસ્માતમાં ઇજા
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ચરાડવા ગામ પાસે બાઈક અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત થયો હતો જે બનાવમાં ધર્મેશ ભગાલાલ યાદવ (22) નામના યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના મકનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતો ચેતન છગનભાઈ પરમાર (31) નામનો યુવાન વાંકાનેર હાઇવે રોડ ઉપર ઢુવા અંડરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં તેને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
વૃદ્ધ સારવારમાં
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ મેક્સેસ સિનેમા સામેથી બાઇક લઈને પસાર થઈ રહેલ ભુરજીભાઈ વેલજીભાઈ કંજારીયા (58) રહે. મહાવીરનગર મોરબી વાળા બાઈક લઈને જતાં હતા ત્યારે બાઇક સ્લીપ થયું હતુ જેથી તેમને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.