હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

જીપીસીબીની આંખ ખોલતા ઉદ્યોગકારો !: મોરબીમાં પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ કરી ટાઇલ્સનું ઉત્પાદન કરનાર સામે પગલા લેવા ઉગ્ર રજૂઆત


SHARE

















જીપીસીબીની આંખ ખોલતા ઉદ્યોગકારો !: મોરબીમાં પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ કરી ટાઇલ્સનું ઉત્પાદન કરનાર સામે પગલા લેવા ઉગ્ર રજૂઆત

મોરબીના સિરામિક કારખાનામાં નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવામાં આવતું હોય છે જોકે કેટલાક યુનિટોમાં પ્રતિબંધિત પેટકોકનો પણ ઉપયોગ કરવામાં આવતો હોવાની ચર્ચાઓ થતી હોય છે જોકે જીપીસીબીના જવાબદાર અધિકારી દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવતું ન હોવાના કારણે પેટકોકનો ઉપયોગ થતો હોય છે તેવામાં આજે મોરબીના સિરામિક ઉદ્યોગકારો જીપીસીબીની કચેરીએ પહોંચીયા હતા અને પેટકોકનો ઉપયોગ કરતા કારખાનેદારો સામે કાર્યવાહી કરવા માટે થઈને રજૂઆત કરવામાં આવી હતી

મોરબીની આસપાસના વિસ્તારમાં 800 જેટલા સિરામિકના નાના મોટા કારખાને આવેલા છે અને હાલમાં મંદી અને મોંઘવારી સહિતના પ્રશ્નોના કારણે કેટલા કારખાના બંધ થઈ ગયા છે તો કેટલા કારખાનાઓ સમયાંતરે ડાઉન કરવામાં આવતા હોય તેવી પરિસ્થિતિ છે દરમ્યાન પાર્કિંગ ટાઇલ્સ બનાવતા કારખાનાઓના માલિકોની ગઈકાલે મોરબી સિરામિક એસોસિએશનના હોલ ખાતે મીટીંગ મળી હતી અને ત્યારે આગામી એપ્રિલ માસમાં પાર્કિંગ ટાઇલ્સના કારખાનાઓમાં એક મહિનાનું સડાઉન લેવા માટે થઈને વિચારણા કરવામાં આવી હતી જોકે અમુક કારખાનાઓમાં પેટકોકનો ઉપયોગ કરવામાં આવે છે તે બાબતે પણ ચર્ચા થઈ હતી અને ત્યારે પેટકોકનો ઉપયોગ કરતા કારખાનેદારે કારખાનું બંધ કરવાની તથા ઉદ્યોગકારોને સાથે રહેવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી જેથી કરીને મોરબીના સીરામીક ઉદ્યોગકારો આજે સવારે ઉઘડતી કચેરી જ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જીપીસીબીની ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાં જઈને ઉદ્યોગકારોએ આક્રોશ સાથે રજૂઆત કરતા જણાવ્યું હતું કે મોરબીના જેતપર રોડે આવેલ ઑકલેન્ડ કારખાનામાં પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ જીપીસીબીના અધિકારીઓ દ્વારા ત્યાં સ્થળ કપાસ કરવામાં આવતી નથી કે પેટકોકનો ઉપયોગ કરનારાઓની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી કરીને પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ કરીને કારખાનેદાર સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન કરતા હોય છે જેથી કરીને મંદી અને મોંઘવારીના સમયમાં ગળાકાપ હરીફાઈની વચ્ચે નેચરલ ગેસ કે પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને ટાઈલ્સ બનાવતા ઉદ્યોગકારોને ટાઇલ્સની પડતર ઉચી આવતી હોય છે જ્યારે પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ કરીને ટાઇલ્સનું પ્રોડક્શન કરનારા ઉદ્યોગકારોને તેની પડતર નીચી આવતી હોવાના કારણે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને ટાઈલ્સ બનાવતા ઉદ્યોગકારો ટકી શકે નહીં જેથી પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ કરનારની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News