મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગૌહત્યા કરનારા આરોપીઓ સામે આકરા પગલાં અને શહેરમાં માસ, મચ્છી તેમજ નોનવેજના હાટડા સદંતર બંધ કરાવવા હિન્દુ સંગઠનોની માંગ


SHARE

















મોરબી જિલ્લામાં ગૌહત્યા કરનારા આરોપીઓ સામે આકરા પગલાં અને શહેરમાં માસ, મચ્છી તેમજ નોનવેજના હાટડા સદંતર બંધ કરાવવા હિન્દુ સંગઠનોની માંગ

મોરબી જિલ્લામાં ગોહત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે ત્યારે આજે ભોગ બનેલા માલધારીઓ તથા હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લાના ચીખલી પાસે રણ વિસ્તારમાં અંદાજે 100 જેટલી ગાયોની છેલ્લા સમયગાળા દરમિયાન કતલ થઈ હોવા અંગેની રજૂઆત કરી છે તેની સાથોસાથ મોરબી શહેરના ખાટીવાસ ચોક અને બસ સ્ટેશન પાસે જાહેરમાં માસ મચ્છી નું વેચાણ થાય છે તે પણ બંધ કરવા માટેની માંગ કરવામાં આવી છે

હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે ગાયની કતલ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચે અને ગૌહત્યા કરનારાઓ સામે આકરા પગલા લેવા માટેની માંગ ઉઠતી હોય છે તેવામાં મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં ચીખલી ગામની પાછળના ભાગમાં રણ વિસ્તારમાં ખાખરેચી ગામના બે માલધારીની 13 જેટલી ગાયોની કતલ કરવામાં આવી છે તેવી વિગતો સામે આવી છે અને આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે 6 આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે જોકે આ બે માલધારી ઉપરાંત અન્ય માલધારીઓની પણ ગાયો તથા ગૌવંશ ગુમ છે જેથી કરીને લગભગ 100 કરતાં વધુ ગાયોની કતલ છેલ્લા સમયગાળા દરમિયાન થઈ હોવાની શક્યતાઓ સેવાઈ રહે છે ત્યારે આજે મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ભોગ બનેલા માલધારીઓ અને માલધારી સંગઠન તથા હિન્દુ સંગઠનના લોકોએ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કલેક્ટર કચેરી ખાતે જઈને અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

જે આવેદન આપેલ છે તેમા જણાવ્યુ છે કે, ચીખલી ગામ પાસેના રણ વિસ્તારમાં હાલમાં જે 13 ગાયોની કતલ થઈ હોવાની વાત છે તે ઉપરાંત આકડો વધીને લગભગ 100 જેટલી ગાયોની કતલ છેલ્લા સમય ગાળામાં થઈ હોવા અંગેની રજૂઆત કરી છે જેથી કરીને આ બનાવ સંદર્ભે તટસ્થ તપાસ કરવામાં આવે અને આ ગૌહત્યાના રેકેટમાં જે કોઈ લોકો સંડોવાયેલા હોય તેની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે તે ઉપરાંત મોરબીમાં શક્તિ ચોક પાસે કુબેરનાથ મંદિર તરફ જવાના રસ્તા ઉપર તેમજ જુના બસ સ્ટેશનની પાછળના ભાગમાં જે રીતે માસ મચ્છીનું વેચાણ થાય છે તેમજ મોટા જીવ ની કોઈ પણ પ્રકારના લાયસન્સ ન હોવા છતાં પણ કતલ કરવામાં આવતી હોય છે જેથી કરીને આ ગેરકાયદેસર પ્રવૃતિને પણ ડામવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે આ તકે મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જિલેશભાઈ કાલરીયા, હિન્દુ વાહિનીના પ્રમુખ કમલેશભાઈ બોરીચા તેમજ જુદા જુદા હિન્દુ સંગઠનોના આગેવાનો હોદ્દેદારોને કાર્યકરો અને માલધારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા




Latest News