મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબી: ઘરેબેઠાં MY RATION મોબાઈલ એપ્લિકેશનથી e-KYC બિલકુલ સરળ


SHARE

















મોરબી: ઘરેબેઠાં MY RATION મોબાઈલ એપ્લિકેશનથી e-KYC બિલકુલ સરળ

રેશનકાર્ડ ધારકો હવે સરળતાથી ઘરેબેઠાં 'MY RATION' મોબાઈલ એપ્લિકેશન થકી e-KYC કરી શકે છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ મામલતદાર-ઝોનલ કચેરીમાં, ગ્રામીણ સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં V.C.E દ્વારા તથા વાજબી ભાવના દુકાનદાર પાસેથી 'આધાર' આધારિત બાયો-મેટ્રિક પ્રમાણીકરણ તેમજ 'PDS+' મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને 'આધાર' આધારિત ફેસ ઓથેન્ટિકેશન' દ્વારા આમ, બે રીતે e-KYC કરાવી શકે છે.

રેશનકાર્ડ ધારકે e-KYC કરાવવા રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર તેમજ આધાર નંબરની માત્ર વિગતો આપવાથી જ e-KYCની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. જ્યારે, વિવિધ વ્યક્તિગત પુરાવાની નકલો-ઝેરોક્ષ કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂર નથી. રેશનકાર્ડ લાભાર્થી પોતે ઘરેબેઠાં e-KYC કરી શકે છે અથવા સરકાર હસ્તક કાર્યરત ઈ-ગ્રામ કેન્દ્ર, મામલતદાર અને ઝોનલ કચેરીથી જ પ્રક્રિયા કરાવવાની રહેશે. તેમજ જે રેશનકાર્ડ ધારકોના ખોટા આધાર સીડીંગ થયેલ છે તેઓ નજીકના વ્યાજબી ભાવના દુકાનદાર તથા મામલતદાર ઓફિસ પર જઈ PDS+ એપ્લીકેશન દ્વારા સાચા આધાર અપડેટ કરી e-KYC અંગેની પ્રક્રિયા કરાવી શકાશે. આ સિવાય પોતાની કોઈપણ ખાનગી માહિતી અન્ય વ્યક્તિને આપવી નહિ તેની ખાસ તકેદારી રાખવા મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી યાદીમાં જણાવાયું છે.




Latest News