મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અનુસૂચિત જાતિના વકીલો માટે ડૉ.પી.જી.સોલંકી નાણાકીય સહાય યોજના અમલી


SHARE









મોરબી જીલ્લામાં અનુસૂચિત જાતિના વકીલો માટે ડૉ.પી.જી.સોલંકી નાણાકીય સહાય યોજના અમલી

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણ, ગાંધીનગરની કચેરી મારફત અમલી ડૉ.પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાકીય સહાય યોજના (સ્ટાઇપેન્ડ)માં મોરબી જિલ્લાના કાયદાની પદવી મેળવીને પ્રેક્ટીસ કરવા માંગતા અનુસૂચિત જાતિના યુવાનોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે વકીલાતની સ્વતંત્ર પ્રેક્ટીસ કરી શકતા નથી અને અધવચ્ચે પ્રેક્ટીસ છોડી દેતા હોય છે. તેથી આવી અનુસૂચિત જાતિની વ્યક્તિઓને તાલીમ આપનાર સીનીયર વકીલને માસિક ૫૦૦ લેખે ત્રણ વર્ષ સુધી આપવામા આવે છે. અને વકીલાતની તાલીમ શરૂ કરે તે પ્રથમ વર્ષેથી જુનિયર વકીલને પ્રથમ વર્ષે માસિક ૧૦૦૦, બીજા વર્ષે માસિક ૮૦૦, ત્રીજા વર્ષે માસિક ૬૦૦ આપવામા આવે છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત બાર કાઉન્સીલમાં નોંધણી કરાવ્યેથી બે વર્ષમાં અરજી કરવાની રહેશે., સિનિયર વકીલ ઓછામાં ઓછા ૧૦ વર્ષથી વધુ સમયથી પ્રેક્ટીસ કરતા હોવા જોઇએ., આ યોજનામાં આવકમર્યાદા નથી., સિનિયર વકીલ વધુમા વધુ પાંચ જુનીયર વકીલોને તાલીમ માટે રાખી શકશે., વકીલાતની તાલીમ જિલ્લા મથકે આ૫વાની રહેશે. તેમાં સુઘારો કરી આ પ્રકારની તાલીમ તાલુકા મથકે ૫ણ આપી શકાશે. અને યોજનાનો લાભ એક વ્યક્તિને એક જ વખત મળવાપાત્ર રહેશે. સદરહું યોજનાની અરજી https://esamajkalyan.gujarat.gov.in પર જરૂરી આધારો સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અને જરૂરી સાધનિક કાગળોમાં જુનિયર વકીલનું આધાર કાર્ડ, જુનિયર વકીલનો જાતિનો દાખલો, જુનિયર વકીલનું શાળા છોડયાનું પ્રમાણપત્ર, થર્ડ યર એલ.એલ.બી.પાસ કર્યાની માર્કશીટ, જુનિયર વકીલની સનદની અથવા એનરોલમેન્ટ નંબર- તારીખની નકલ, રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક), જુનિયર વકીલનું બાર કાઉન્સીલનું ઓળખપત્ર, બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક (જુનિયર વકીલના નામનું), સીનીયર વકીલનું આધાર કાર્ડ, સીનીયર વકીલની સનદની અથવા એનરોલમેન્ટ નંબર- તારીખની નકલ, સીનીયર વકીલનું બાર કાઉન્સીલનું ઓળખપત્ર, સીનીયર વકીલ દશ વર્ષથી વધુ સમયથી પ્રેકટીસ કરે છે તે અંગે જે તે સીનીયરનું પ્રમાણપત્ર, સીનીયર વકીલના હાથ નીચે હાલમાં કેટલા જૂનિયર વકીલો તાલીમ લે છે તે અંગેની લેખિત વિગતો જે તે સીનીયર વકીલ પાસેથી લેખિતમાં મેળવેલ પત્રક, સીનીયર વકીલનું તાલીમ આપવા અંગેનું સંમતિ પત્રક, બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક (સિનીયર વકીલના નામનું) જેવા જરૂરી કાગળો સાથે રાખવાના રહેશે.




Latest News