મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરો અને પ્રોપર્ટી પચાવી પાડનાર સામે મફત કાનુની મદદ માટે પાટીદાર યુવા સેવા સંઘનું આયોજન


SHARE













મોરબીમાં વ્યાજખોરો અને પ્રોપર્ટી પચાવી પાડનાર સામે મફત કાનુની મદદ માટે પાટીદાર યુવા સેવા સંઘનું આયોજન

મોરબી જિલ્લામાં રહેતા કોઈપણ પાટીદારો ની જમીન, મકાન, મિલકતો કે પ્લોટ કોઈ વ્યાજખોરો એ ધાકધમકી આપીને પચાવી પાડ્યા હોય અથવા પરાણે સોદાખત કે દસ્તાવેજ કરાવી લીધા હોય એવા પીડિત પાટીદારો ને ન્યાય અપાવવા માટે શ્રી પાટીદાર યુવા સેવા સંઘ ના પ્રયત્નથી મફત કાનૂની મદદ આપવા માટે ગુજરાત હાઈકોર્ટ ના વકીલ શ્રી અશ્વિન ભાઈ પટેલ મોરબી મુકામે મોરબી જિલ્લા શ્રી કડવા પાટીદાર સમૂહ લગ્ન સમિતિ ની ઓફિસે આવતા રવિવારે 12/1/2025 ના રોજ બપોરે 1 વાગ્યે આવી રહ્યા છે તો તમામ પીડિત પાટીદારો એ પોતાના કેસ ના કાગળિયા કે નોટિસો સાથે હાજર રહેવું

ચેક રિટર્ન ના કેસ માં સજા પડી હોય અથવા ભાગતા ફરતા હોય કે ચેક રિટર્ન ના કેસ માં ગુજરાત હાઈકોર્ટ ના વકીલ શ્રી ની મફત કાનૂની સલાહ લેવી હોય એવા લોકો પણ અવશ્ય પધારજો 

ગુજરાત હાઈકોર્ટ ના વકીલ શ્રી ની રૂબરૂ મુલાકાત લેવા માટે અગાઉ નામ નોંધણી કરાવવી ફરજિયાત છે માટે મનોજ ભાઈ પનારા ના મોબાઈલ નંબર 9825523490 ઉપર ફોન કરી ને નામ નોંધાવવી દેવા જેથી સુગમતા રહે અને ખોટી અગવડતા ઊભી ન થાય

ઓફિસ સ્થળ:-
મોરબી જિલ્લા કડવા પાટીદાર સમૂહ લગ્ન સમિતિ ઓફીસ

ઓફિસ સરનામું:-
લેન્ડમાર્ક પ્લાઝા, ત્રીજો માળ
સમય ના ગેટ પાસે 
મોમ્સ રેસ્ટોરન્ટ ની બાજુમાં
દેવદિપ મોટર્સ ની બાજુમાં

લી.મનોજ ભાઈ પનારા
9825523490
શ્રી પાટીદાર યુવા સેવા સંઘ








Latest News