મોરબીના બેલા ગામ પાસે એસએમસીની રેડ, દારૂના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ: 4.76 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ શખ્સોની શોધખોળ
SHARE
મોરબી જિલ્લામાં સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઊઠે તે રીતે એક પછી એક એસએમસીની સફળ રેડ જુદી-જુદી જગ્યા ઉપર કરવામાં આવી રહી છે તેવામાં તાજેતરમાં મોરબીના રંગપર-બેલા ગામ પાસે સિરામિક કારખારાની પાછળના ભાગમાં વોકળામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 750 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને દારૂ મોબાઈલ રોકડ ગાડી વગેરે મળીને 4.67 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને બે આરોપીની ધરપકડ કરી છે અને ત્રણ શખ્સોના નામ સામે આવ્યા હોય હાલમાં પાંચ શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
મોરબીના રંગપર બેલા ગામની સીમ વિસ્તારમાં આવેલ લેવીટ કારખાનાની પાછળના ભાગમાં આવેલ વોકળામાં એસએમસીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 750 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને 1.50 લાખનો દારૂ, 10,500 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન, પ્લાસ્ટિકના ટબ બે, બે ડોલ, એક બેરલ રોકડા રૂપિયા 15,800 અને આઇ-20 ગાડી આમ કુલ મળીને 4,76,800 રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો છે અને પોલીસે જ્યારે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અકબર કરીમભાઈ સમા (47) રહે. કાંતિનગર માળિયા ફાટક પાસે મોરબી અને સાહિલ જાનમહમદભાઈ ભટ્ટી (20) રહે કાંતિનગર માળિયા ફાટક પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને પકડાયેલા બંને શખ્સો પાસેથી અનવર ઉર્ફે દડી હાજીભાઈ માલાણી રહે. માળીયા ફાટક પાસે કાંતિનગર મોરબી, ઇમરાન રહે. મોરબી અને જીગ્નેશ ઉર્ફે ડાકુ કાળુભાઈ પંચાળા રહે. ઢેઢુકી તાલુકો સાયલા વાળાના નામ સામે આવ્યા છે જેથી કરીને આ પાંચેય શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને બાકીના ત્રણ આરોપીઓને પકડવા માટે આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન. સગારકા ચલાવી રહ્યા છે